સાઉથ અભિનેત્રી નિત્યા મેનનની બોલ્ડ તસવીરો ઇન્ટરનેટ પર મચાવી રહી છે ધમાલ, પોતાના અભિનયથી જીતી ચૂકી છે ચાહકોનું દિલ, જુઓ PHOTOS

ભરાવદાર ફિગરને લીધે ખુબ જ ચર્ચામાં છે આ સાદી અભિનેત્રી, જુઓ PHOTOS

સાઉથ અભિનેત્રી નિત્યા મેનન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખાસ નામ ધરાવે છે. તે તમિલ, તેલુગૂ, કન્નડ અને મલયાલમ ફિલ્મો ઉપરાંત બોલિવૂડમાં પણ કામ કરી ચૂકી છે.

તેની સાદગીનાં સૌ કોઇ દિવાના છે ત્યારે તેની બોલ્ડ તસવીરો વાયરલ થઇ છે. નિત્યા સાઉથની એ અભિનેત્રીઓમાંની એક છે, જે તેનાં લૂકથી નહીં પણ તેનાં દમદાર અભિનયથી લોકોને તેના દિવાના બનાવી દે છે.

નિત્યાની અદભૂત અદાકારીનાં લોકો કાયલ છે. નિત્યાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણો સમય થઇ ગયો છે અને તેનું નામ પણ ઘણું મોટું છે. તેણે સાઉથની ચારેય ઇન્ડસ્ટ્રી તમિલ, તેલુગૂ, કન્નડ, અને મલયાલમમાં કામ કર્યું છે. આ ઉપરાંત તેણે બોલિવૂડ ફિલ્મમાં કામ કર્યું છે.

સાઉથ અભિનેત્રી નિત્યા મેનનને આજના સમયમાં કોણ નથી જાણતુ, તે હંમેશાથી કોઇને કોઇ કારણસર ચર્ચામાં રહી છે. તમને જણાવી દઇએ કે, તેણે થોડા સમય પહેલા એટલે કે 8 એપ્રિલે તેનો 32મો જન્મદિવસ મનાવ્યો હતો. તે હંમેશા તેની ફિલ્મોના પાત્રને લઇને ચર્ચાનું કારણ રહેતી હોય છે.

નિત્યા મેનનનો જન્મ 8 એપ્રિલ 1988ના રોજ બેંગલુરુમાં થયો હતો. તેણે પહેલીવાર એક બાળ કલાકારના રૂપમાં કામ કર્યુ હતુ, જયારે તે 8 વર્ષની હતી. વર્ષ 2008માં અભિનેત્રીએ મલયાલમ ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું.

જ્યારે આ વર્ષે જ તેણે તમિલ ડેબ્યૂ સુપરસ્ટાર સિદ્ધાર્થની સાથે ફિલ્મમાં કામ કર્યુ હતુ.નિત્યાએ તેનાં કરિઅરની શરૂઆત વર્ષ 2006માં રિલીઝ થયેલી કન્નડ ફિલ્મ Seven O Clockથી કરી હતી. જેમાં તે સપોર્ટિંગ રોલમાં હતી.

નિત્યા મેનને બોલિવુડ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. તેણે વર્ષ 2019માં રિલીઝ થેયલી અક્ષય કુમાર સ્ટાર ફિલ્મ “મિશન મંગલ”માં કામ કર્યું છે. ગત વર્ષે એમેઝોન પ્રાઇમ પર અભિષેક બચ્ચનની “બ્રીથ ઇન્ટૂ ધ શેડો” વેબ સીરીઝથી તેણે OTTની દુનિયામાં કદમ મુક્યો.

આ વેબ સીરિઝમાં તેનું કામ લોકોએ ઘણું પસંદ કર્યું ફિલ્મમાં તે અભિષેકની પત્નીનાં પાત્રમાં હતી. તેનાં કામનાં લોકોએ ઘણાં વખાણ કર્યાં. સીરીઝને હિટ બનાવવામાં તેનું મહત્વપૂર્ણ યોગદાન છે. નિત્યાએ તેના ફિલ્મી કરિયરમાં ઘણાં મોટા સેલિબ્રિટીઝ સાથે કામ કર્યું છે.

Shah Jina