મનોરંજન

અક્ષયકુમારે તેની પુત્રીને લઈને કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું કે- બહાર જવાથી કેમ ડરે છે પુત્રી નિતારા

બૉલીવુડ સેલિબ્રેટીઝ  વચ્ચે પેપરાજીની ફિકર વધતી જાય છે. અજય દેવગણ અને સૈફ અલી ખાન બાદ અક્ષયકુમારે પણ સ્ટાર કિડને કેમરામાં કેદ કરવાની ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. અક્ષયકુમારે એક ઇન્ટરવ્યૂમાં બાળકોને લઈને આ વાતને ખોટી ગણાવી છે.

એક ઇન્ટરવ્યૂમાં અક્ષયકુમારે જણાવ્યું હતું કે, આ સાંભળીને મારું દિલ તૂટી ગયું છે. જયારે મારી છ વર્ષની દીકરી કહે છે કે, હું ડિનર માટે બહાર નહિ આવું. કારણે કે પેપરજી ત્યાં હજાર હોય છે.  તેણીને કેમેરાની ફ્લેશ લાઈટ પસંદ નથી.

તો બીજી તરફ તેનો પુત્ર આરવ પણ કોઈ ફિલ્મ જોવા માટે બહાર નથી જતો, કારણે કે તે હાલમાં જ ટ્રેનિંગ પૂર્ણ કરીને પાછો ફર્યો છે.ત્યારે લોકો તસ્વીર જોઈને કહે કે તે થાકેલો દેખાય છે. તો ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસ્વીરમાં જોઈ શકાય કે તે પસીનાથી તડબોતર જોવા મળે છે.

 

View this post on Instagram

 

#familygoals #akshaykumar #twinklekhanna #aravkumar

A post shared by Akshay kumar devotee (@jr_khiladi_abhi_) on

અક્ષય વધુમાં જણાવે છે કે, સ્ટાર હોવાને કારણે અમને તેની આદત થઇ ગઈ હોય છે. પરંતુ અમારા બાળકો કોલેજ પછી  લાઇમલાઇટમાં રહેવાનો ફેંસલો ના કરે તો ત્યાં સુધી મને નથી લાગતું કે તેનો સાર્વજનિક રીતે પીછો કરવો ઠીક નથી.તેનાથી તેની શારીરિક અને માનસિક સુરક્ષાથી પ્રભાવિત થાય છે.

આ પહેલા અજય દેવગણ અને કાજોલની પુત્રી નિસા પણ ટ્રોલિંગનો શિકાર બની ચુકી છે.  તો સૈફ અને કરીનાનો લાડકો તૈમુર પણ વારંવાર પેપરાજિના કેમેરામાં કેદ થતો નજરે આવે છે.આ બાબતને લઈએં સૈફે ચિંતા વ્યક્ત કરી હતી. સૈફે આ બાબતે જણાવ્યું હતું કે. પેપરાજિ તૈમુરની એક ઝલક લેવા માટે ઘરની સામે જ ઉભા હોય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks</a