જુઓ, બીઝી શેડ્યુલ વચ્ચે પણ કેવી રીતે એક બીજા માટે સમય કાઢે છે અંબાણી કપલ
દેશના અને એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીના જીવન વિશે આપણે સૌ પરિચિત છીએ, તેમના વ્યસ્ત જીવન અને દુનિયાભરમાં ફેલાયેલા વ્યવસાયને સાચવવામાં મુકેશ અંબાણી ખુબ જ વ્યસ્ત રહે છે, પરંતુ આટલી વ્યસ્તતા છતાં પણ તે પોતાના પરિવારને સમય આપવાનું ક્યારેય ચુકતા નથી.

તેના વિશે એકવાર મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ જ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે મુકેશ મોટાભાગે રાત્રે ઘણા મોડા ઘરે પહોંચે છે.

મુકેશ અંબાણીની જેમ નીતા અંબાણી પણ એક વ્યવસાયી મહિલા છે તે પણ પોતાના કામકાજમાં સતત વ્યસ્ત રહેતી જોવા મળે છે તેમ છતાં પણ તે પોતાના પરિવારને સમય આપવામાં આને પતિની કાળજી લેવામાં જરા પણ પાછી પડતી નથી.

મુકેશ અંબાણી ભલે રાત્રે ગમે તેટલા મોડા ઘરે પહોંચે, પરંતુ નીતા અંબાણી તેમની જમવા માટે રાહ જોઈને બેસે છે અને બંને મોડા મોડા પણ સાથે જ જમે છે.

નીતા અંબાણીએ જ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે: “ભલે આપણે બંને ગમે તેટલા વ્યસ્ત રહીએ, પરંતુ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વીતાવીશું, ભલે એ ઘરમાં હોય કે ઘરની બહાર ગમે ત્યાં જવાનું હોય.”

નીતા પોતાના પતિ મુકેશ અંબાણી સાથે બહાર ફરવા માટે પણ જાય છે, તે બંને રજાઓ માણવા માટે પણ જતા હોય છે. નીતા અંબાણીની મનપસંદ જગ્યા છે સાઉથ આફ્રિકાના જંગલો.

નીતા અંબાણીએ પોતાના ઘણા મીડિયા ઇન્ટરવ્યૂની અંદર જણાવ્યું છે કે રવિવારનો દિવસ તે પોતાના આખા પરિવાર સાથે જ વિતાવે છે. મુકેશ અંબાણી પણ પોતાની વ્યસ્તતા વચ્ચે પણ રવિવારે પરિવાર સાથે સમય વિતાવે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.