જીવનશૈલી

નીતા અંબાણીના વાયરલ થઈ રહેલા આ બેગની કિંમત બાપ રે બાપ આટલી બધી? વિચાર્યું ન હોય એટલી છે

દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીને તેમની સ્ટાઇલ અને તેમના ડ્રેસિંગ સેન્સ માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તેમની દીકરી ઈશા અને તેમના દીકરા આકાશના લગ્નમાં તેમના લૂકની ખૂબ જ ચર્ચાઓ થઇ હતી. ત્યારે હાલમાં પણ તેમની એક તસ્વીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ છે. આ તસ્વીર વાયરલ થવાનું કારણે તેમના હાથમાં રહેલું તેમનું હિરા જડેલુ હેન્ડબેગ છે. આ બેગની કિંમત સાંભળીને તમે ચોંકી ઉઠશો.

નીતા અંબાણીની વાયરલ થઇ રહેલી આ તસ્વીરમાં તેમના હાથમાં Hermès Himalaya Birkin bag છે, જેમાં 240 હીરા જડેલા છે. જેની કિંમત 2.6 કરોડ જણાવવામાં આવી રહી છે. નીતાના બેગની કિંમતની ચર્ચાઓ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ થઇ રહી છે.

નીતા અંબાણીની વાયરલ થઇ રહેલી આ તસ્વીરમાં તેમની સાથે કરીના કપૂર અને કરિશ્મા કપૂર પણ દેખાય છે. આ તસ્વીરમાં નીતા અંબાણી સફેદ પોશાકમાં દેખાઈ રહયા છે અને તેમના હાથમાં 240 હીરા જડેલ Hermès Himalaya Birkin bag છે.

માહિતી અનુસાર, Hermès Himalaya Birkin bag ને હેન્ડબેગના કલેક્શનમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. એમાં 18 કેરેટના ગોલ્ડના હાર્ડવેર પર 240 હીરા લાગ્યા છે. 2017માં આ પ્રકારનું Hermès Himalaya Birkin બેગ હરાજીમાં 3,79,261 ડોલર એટલે કે 2.6 કરોડ રૂપિયામાં વેચાયું હતું. એક દાવા પ્રમાણે આ અત્યાર સુધીનું સૌથી મોંઘુ બેગ છે. Hermès Himalaya Birkin bag ક્રોકોડાઇલની ખાલમાંથી બનાવવામાં આવે છે. પ્રખ્યાત અભિનેત્રી અને ગાયિકા જેન બિર્કિનના નામ પર રાખવામાં આવેલ આ બિર્કિન બેગ પોતાની કિંમત અને સેલિબ્રિટી ઓનર માટે પ્રખ્યાત છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks