વાજતા-ગાજતા ટ્રક પર સવાર થઇ બાપ્પાના વિસર્જન માટે નીકળ્યો અંબાણી પરિવાર, નીતા અંબાણીની માતા અને બહેન પણ જોવા મળી રાધિકા મર્ચન્ટ સાથે

નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ ગણેશ ચતુર્થી પર ધામધૂમથી એન્ટિલિયામાં બાપ્પાની સ્થાપના કરી હતી અને આ પછી બીજા દિવસે અંબાણી પરિવારે એવી જ રીતે ધામધૂમથી બાપ્પાનું વિસર્જન કર્યુ. આ દરમિયાનની ઘણી તસવીરો અને વીડિયોએ સૌનું ધ્યાન ખેંચ્યુ. જેમાં નીતા અંબાણી, રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી સાથે સાથે નીતા અંબાણીની માતા પૂર્ણિમા દલાલ અને બહેન મમતા દલાલ પણ જોવા મળ્યા.

આ ઉપરાંત રાધિકા મર્ચન્ટની બહેન અંજલી પણ જોવા મળી હતી. એક વીડિયો સામે આવ્યો છે જેમાં નીતા અંબાણીની માતા અને બહેન રાધિકા અને અંજલીની પાછળ બેસેલા જોઇ શકાય છે. આ વીડિયોમાં પૂર્ણિમા દલાલ ગ્રીન ડ્રેસમાં અને મમતા દલાલ પિંક ડ્રેસમાં જોવા મળી રહ્યા છે.

જ્યારે નીતા અંબાણીની વાત કરીએ તો તેમણે વિસર્જન સમયે ગુલાબી સાડી પહેરી હતી અને ગળામાં ઝવેરાતનો હાર પહેર્યો હતો. જ્યારે તેમની નાની વહુ રાધિકા મર્ચન્ટે મોરપીંછ રંગનો લૂઝ કુર્તો અને પાયજામો પહેર્યો હતો.

બંને સાસુ અને વહુ ફૂલોથી શણગારેલી ટ્રકમાં સવાર થઈને બાપ્પાના વિસર્જન માટે એન્ટિલિયાથી બીચ તરફ જતા જોવા મળ્યા હતા. આ ટ્રકમાં અનંત અંબાણી પણ જોવો મળ્યો હતો. અનંતે ભગવા રંગનો કુર્તો અને સફેદ પાયજામો પહેર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

Shah Jina