નીતા અંબાણીને મળ્યો ‘ફોર્ચ્યૂન ઇન્ડિયા મોસ્ટ પાવરફુલ વુમન’ એવોર્ડ, ટ્રેડિનશલ ડ્રેસમાં એવોર્ડ લેવા પહોંચી મુકેશ અંબાણીની ધર્મપત્ની

દેશની સૌથી શક્તિશાળી મહિલાઓની લિસ્ટમાં નીતા અંબાણી, મળ્યો ‘ફોર્ચ્યૂન ઇન્ડિયા મોસ્ટ પાવરફુલ વુમન’ એવોર્ડ

ભારતીય અબજોપતિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી ઘણીવાર ફેશન સેંસ, સ્ટાઇલ સ્ટેટમેન્ટ અને ફિટનેસ તેમજ લેવિશ લાઇફસ્ટાઇલને લઇને ઘણી ચર્ચામાં રહે છે. ત્યારે હાલમાં જ નીતા અંબાણીએ ફોર્ચ્યૂન ઇન્ડિયાની સૌથી શક્તિશાળઈ મહિલાનો એવોર્ડ પોતાના નામે કર્યો છે. એક ફેમીલી વુમેન હોવા ઉપરાંત નીતા અંબાણીને બિઝનેસ સ્કિલ અને પરોપકારી કાર્યો માટે પણ પસંદ કરવામાં આવે છે.

તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની નિદેશક છે અને રિલાયન્સ ફાઉન્ડેશન, ધીરૂભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલની ચેરપર્સન અને સંસ્થાપક છે. આ બધા ઉપરાંત તે એક ખૂબ જ સારી ડાંસર છે અને કુલ મળાવીને કહીએ તો નીતા અંબાણી મલ્ટી ટેલેન્ટેડ છે. જણાવી દઇએ કે, શુક્રવારના રોજ મુંબઇમાં ફોર્ચ્યૂન ઇન્ડિયાની સૌથી શક્તિશાળી મહિલાઓને સમ્માનિત કરવામાં આવી.

આ અવસર પર નીતા અંબાણી, એકતા કપૂર સહિત ઘણી બિઝનેસ વુમન હાજર રહી હતી. આ વર્ષે આ ખાસ એવોર્ડ નીતા અંબાણી, પ્રિયંકા ચોપરા, એકતા કપૂર, જિયા મૂડી, અંજલી બંસલ, દિવ્યા ગોકુલનાથ અને જજાલ બાઘને મળ્યો. આ દરમિયાનની કેટલીક તસવીરો પણ સામે આવી છે. નીતા અંબાણીને ‘ફોર્ચ્યૂન ઇન્ડિયા મોસ્ટ પાવરફુલ વુમન’ એવોર્ડથી નવાજવામાં આવ્યા અને આ દરમિયાન તેઓ ઘણા ખુશ નજર આવ્યા હતા.

એટલું જ નહિ, તેમણે તેમની દીકરી ઇશા અંબાણી માટે વધુ એક એવોર્ડ પણ પ્રાપ્ત કર્યો. એક તસવીરમાં નીતા અંબાણી સ્મૃતિ ઇરાની સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. નીતા અંબાણી અને સ્મૃતિ ઇરાનીએ બાદમાં અન્ય મહિલા એન્ટરપ્રેન્યોર અને બિઝનેસ વુમન સાથે પણ પોઝ આપ્યા, જેમાં ગજલ અલઘ, કિરણ મજૂમદાર, દિવ્યા ગોકુલનાથ, રેડ્ડી બહેનો સહિત અન્ય લોકો પણ સામે હતા.

આ ઇવેન્ટમાં નીતા અંબાણીનો લુક પણ જોવાલાયક હતો. તેમણે હેમલાઇન પર બ્રાઉન અને ગોલ્ડન કલરની કઢાથી સજેલ એક સફેદ સૂટ પહેર્યો હતો. તેણે તેના લુકને વાયલેટ કલરના ગુજરાતી દુપટ્ટા અને સ્ટડેડ ડાયમંડ ઇયરિંગ્સ સાથે પેર કર્યો હતો. તેમણે ડિફાઇન્ડ આઇબ્રો, કોહલ-રિમેડ આઇઝ, ગ્લોસી પિંક લિપસ્ટિક અને ખુલ્લા વાળ સાથે લુક પૂરો કર્યો હતો.

Shah Jina