દીકરી ઇશાના બેબીને ખોળામાં લઇ સાતમા આસમાન પર હતી નીતા અંબાણીની ખુશી, સામે આવી ખૂબસુરત તસવીર અને વીડિયો

દાદી નીતા અંબાણી ખુબ જ ખુશખુશાલ દેખાય, કરોડોની લક્ઝુરિયસ ગાડી લઈને તેડી ગયા ગ્રેન્ડસનને….જુઓ વીડિયો

ઇશા અંબાણી તેના જુડવા બાળકો સાથે મુંબઇ આવી ચૂકી છે અને પરિવારે પણ તેમનું આલીશાન સ્વાગત કર્યુ છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી તેમની દીકરી અને તેમના નાતી-નાતિનને લેવા માટે પહોંચ્યા હતા. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ઇશા અંબાણી અને તેના બંને બાળકોની ઝલક જોવા મળી રહી છે. ચાહકો આ વીડિયો સામે આવ્યા બાદ ઝૂમી ઉઠ્યા છે.ઇશા અંબાણી અમેરિકાના લોસ એંજલિસથી મુંબઇ તેના બાળકો સાથે પરત ફરી છે.

નવેમ્બરના જુડવા બાળકો ક્રિષ્ના અને આધ્યાને જન્મ આપ્યા બાદ તેની પહેલીવાર ઘરે પરત ફરી છે. દીકરીના આવવાની ખુશીમાં અંબાણી પરિવારે ભવ્ય ફંક્શનનું આયોજન કર્યુ. સામે આવેલા વીડિયોમાં નીતા અંબાણીને તેમના નાતી-નાતિનને ખોળામાં લઇ કારમાં બેસતા જોઇ શકાય છે. એક બાળક જ્યાં નીતા અંબાણીના ખોળમાં છે, જ્યારે બીજુ બાળક ઇશા અંબાણી પાસે છે. નાતિન કે નાતીને પોતાના ખોળામાં પકડવાની નીતા અંબાણીની ખુશી જોવાલાયક છે.

નાની નીતા અંબાણી આ સમયગાળા દરમિયાન તેમના પૌત્રને સ્નેહ કરતા જોવા મળ્યા હતા. તે પેપરાજીને સતત થેક્યુ કહી રહી છે. પરિવારને બાળકો સાથે ગાડીમાં બેસી રવાના થતા જોઇ શકાય છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ બંને બાળકોની ક્યુટનેસ પર ફિદા થઇ ગયા છે. રીપોર્ટ્સ અનુસાર, પર્કિન્સ એન્ડ વિલ દ્વારા ઈશા અંબાણીના બે બાળકો માટે કરુણા સિંધુ અને એન્ટિલિયા ખાતે ખાસ નર્સરીઓ તૈયાર કરવામાં આવી છે.

જેમાં રોટેટિંગ બેડ્સ અને ઓટોમેટેડ રૂફટોપ છે કારણ કે બાળકો નેચરલ સનલાઇટ લઇ શકે.નર્સરીમાં રાખવામાં આવેલ ફર્નીચર લોરો પિયાના, હરમીસ અને ડિઓર જેવા મોટા બ્રાંડ્સથી કસ્ટમ મેડ છે. ઇશાના બાળકોને વર્લ્ડ ફેમસ ડિઝાઇન બ્રાન્ડ ડોલ્સે એન્ડ ગબ્બાના, ગુચી અને લોરો પિયાનાના કપડા પહેરાવવામાં આવે છે. એઠલું જ નહિ તેઓને BMWની એક્સક્લુસિવ ડિઝાઇનર કીર સીટ્સમાં બેસાડવામાં આવ્યા.

સાથે જ બાળકોનું ધ્યાન રાખવા માટે 8 ટ્રેન કરેલી નૈની યુએસથી મુંબઇ આવી છે. આ બધા ઇશા અને બાળકો સાથે ભારતમાં જ રહેશે. જણાવી દઇએ કે, ઈશા અને આનંદ 12 ડિસેમ્બર 2018ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. ઈશા મુકેશ અંબાણી અને નીતા અંબાણીની એકમાત્ર દીકરી છે.માત્ર 23 વર્ષની ઉંમરે તેણે રિલાયન્સનો બિઝનેસ સંભાળવામાં તેના પિતાની મદદ કરવાનું શરૂ કર્યું.

તેને ઓક્ટોબર 2014માં રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ જિયોના બોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું હતું. મુકેશ અંબાણી 2020માં જ દાદા બની ગયા હતા. આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતાએ 10 ડિસેમ્બરે એક પુત્રને જન્મ આપ્યો હતો. ત્યારે નવેમ્બરમાં મુકેશ અંબાણી નાના બની ગયા હતા. તેમની દીકરી ઇશાએ એક પુત્રી અને એક પુત્ર એમ ટ્વીન્સ બાળકોને જન્મ આપ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

Shah Jina