રેડ પટોળા સાડીમાં નીતા અંબાણી લાગ્યા ખૂબ જ સુંદર, બ્લાઉઝ પર એવું કઈંક દેખાયું કે કહેશો સંસ્કાર હોય તો આવા, જુઓ
બિઝનેસવુમન નીતા અંબાણી પોતાની સુંદરતા અને રોયલ લુકના કારણે અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. પુત્રના લગ્ન હોય કે કોઇ સિંપલ ફંક્શન હોય હંમેશા તે શાહી અંદાજમાં જોવા મળે છે. જો કે નીતા અંબાણી દરેક લુકમાં સુંદર લાગે છે, પરંતુ લોકો તેમને સાડીમાં જોતા જ રહી જાય છે. તે ઘણીવાર હેન્ડલૂમ સાડી પહેરીને ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપતા જોવા મળે છે,
ત્યારે તાજેતરમાં નીતા અંબાણી મુકેશ અંબાણી સાથે ગત રાત્રે મુંબઈના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ‘રાજાધિરાજઃ લવ, લાઈફ, લીલા’ ફિનાલે માટે પહોંચ્યા હતા. આ ઈવેન્ટમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ ગ્રાન્ડ એન્ટ્રી લીધી. આ દરમિયાન બંનેએ પેપ્સને તસવીરો માટે પોઝ પણ આપ્યા.
અહીં બંનેની અદભૂત બોન્ડિંગ જોવા મળી, અને મિસિસ અંબાણીએ ફરી એક વાર સાબિત કરી દીધું કે તેમની ફેશન ગેમ હંમેશા પોઈન્ટ પર હોય છે. જો કે આ વખતે લોકોનું ધ્યાન તેમની સાડી કરતાં વધારે તેમના બ્લાઉઝ પર હતું. હવે અમે તમને જણાવીએ કે બ્લાઉઝ પર એવું તો શું હતુ…
તો તમને જણાવી દઇએ કે આ દરમિયાનનો નીતા અંબાણીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે પરંપરાગત લાલ પટોળા સાડીમાં જોવા મળી રહ્યા છે. આ પટોળા સાડી સાથે તેમણે એક ખાસ બ્લાઉઝ પહેર્યો હતો જે ઇવેન્ટની થીમ અનુસાર હતો. આ સમયે બધાનું ધ્યાન નીતા અંબાણીના બ્લાઉઝ પર જ અટકી ગયુ હતુ.
નીતા અંબાણીના બ્લાઉઝના પાછળના ભાગે એક ખાસ પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું હતું. આ પેઇન્ટિંગ રાધા-કૃષ્ણનું હતું અને આખા દેખાવને ખૂબ જ સ્ટાઇલિશ બનાવી રહ્યું હતું. નીતા અંબાણીએ આ સાડી સાથે હેવી જ્વેલરી કેરી કરી હતી. જણાવી દઈએ કે, નીતા અંબાણી અને મુકેશ અંબાણી પરિવાર સાથે ભગવાન કૃષ્ણ પર આધારિત વિશ્વના પ્રથમ ભવ્ય સંગીત નાટક ‘રાજાધિરાજઃ લવ, લાઈફ, લીલા’ના અંતિમ શોકેસમાં હાજરી આપવા પહોંચ્યા હતા.
View this post on Instagram
આ કાર્યક્રમનું આયોજન નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર, મુંબઈ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે પણ ભાગ લીધો હતો.
View this post on Instagram