જીવનશૈલી

નીતા અંબાણી અને ટીના અંબાણી આપતા જોવા મળ્યા બેસ્ટ દેરાણી-જેઠાણી ગોલ્સ, જુઓ વાયરલ તસ્વીરો

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીની માતા કોકિલાબેન અંબાણી 24 ફેબ્રુઆરીએ 84 વર્ષના થઇ ગયા અને તેમના જન્મદિવસની ખૂબ જ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. અંબાણી પરિવારે માતા કોકીલાબેનના જન્મદિવસ નિમિતે શ્રીમદ ભગવદ સપ્તાહનું આયોજન કર્યું હતું. ત્યારે આ પ્રસંગે આખો અંબાણી પરિવાર એક સાથે જોવા મળ્યો હતો.

Image Source

શ્રીમદ ભગવદ સપ્તાહ નિમિતે મુકેશ અંબાણી, તેમના પત્ની નીતા અંબાણી સાથે જ તેમના દીકરાઓ અને દીકરી તથા અનિલ અંબાણી અને તેમની પત્ની ટીના અંબાણી પણ જોવા મળ્યા હતા.

Image Source

પણ આ પ્રસંગે સૌથી ખાસ જોવા જેવી વાત એ હતી કે અંબાણી પરિવારની વહુઓ નીતા અંબાણી અને ટીના અંબાણી વચ્ચે ખૂબ જ ખાસ બોન્ડિંગ જોવા મળી.

Image Source

સોશિયલ મીડિયા પર આ દેરાણી-જેઠાણીની જોડીની કેટલીક તસ્વીરો ખૂબ જ વાયરલ થઇ રહી છે. આ તસ્વીરોની ખાસ વાત એ છે કે આમાં નીતા અંબાણી અને ટીના અંબાણી એક સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતા દેખાઈ રહયા હતા.

Image Source

આ પ્રસંગે આખો અંબાણી પરિવાર એક સાથે જોવા મળ્યો હતો. આ પ્રસંગે કોકિલાબેન અંબાણીની બંને વહુઓ ખૂબ જ અલગ અંદાજમાં જોવા મળી હતી.

Image Source

નીતા અંબાણીએ આ પ્રસંગે એક ખૂબ જ સુંદર ભૂરા અને ગુલાબી રંગની ગુજરાતી સ્ટાઇલ સાડી પહેરી હતી તો ટીના અંબાણીએ મરૂન રંગની ગુજરાતી સ્ટાઇલ સાડી પહેરી હતી.

Image Source

આ પછી શ્રીમદ ભગવદ સપ્તાહ દરમ્યાન અંબાણી પરિવારે ગરબા પણ રમ્યા હતા, જે દરમ્યાન નીતા અંબાણીએ મરૂન રંગના હેવી ચણિયાચોળી પહેરીને રાખ્યા હતા અને તે પોતાની દીકરી અને વહુ તથા પરિવારની બીજી સ્ત્રીઓ સાથે ગરબા રમતા જોવા મળ્યા હતા. ત્યારે આ ગરબાનો વિડીયો પણ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Shloka Ambani Encyclopedia (@shlokaakashambani_fp) on

સાથે જ આ પ્રસંગે શ્લોકા મહેતા, ઈશા અંબાણી અને રાધિકા મર્ચન્ટે પણ સ્પેશિયલ ડાન્સ કર્યો હતો, જેની વિડીયો પણ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.