જાણો, આખરે કેમ આવું કરે છે નીતા અંબાણી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેની પત્ની નીતા અંબાણી તેની બિઝનેસ સેન્સને લઈને જ નથી ઓળખાતા પરંતુ તેના શાનદાર વિઝન માટે પણ ઓળખાઈ છે. નીતા અંબાણી શિક્ષણથી લઈને રમત ગમતના ક્ષેત્રમાં એક્ટિવ છે. નીતા અંબાણી એક ટીચર રહી ચુક્યા છે. નીતા અંબાણી મુંબઈ સ્થિત ધીરુભાઈ ઇન્ટરનેશનલ સ્કૂલની જવાબદારી સંભાળે છે.

ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ બેહદ જાણીતી અને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ છે. આ સ્કૂલમાં દેશના પ્રસિદ્ધિ લોકોના બાળકો ભણે છે.આ સ્કૂલમાં ક્રિકેટ સમ્રાટ સચિન તેંડુલકરથી લઈને શ્રીદેવીના બાળકો ભણી ચુક્યા છે.

આ સ્કૂલના ચેરપર્સન મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, જયારે એડમિશનનો સમય આવે છે ત્યારે ફોન ઓફ રાખે છે જેથી ભલામણથી બચી શકાય. તો થોડા દિવસ માટે કોઈને મળવાનું પણ બંધ કરી દે છે.

નીતા અંબાણીનું કહેવું છે કે એડમિશન સ્ટાર્ટ થયા બાદ તમામ લોકોના ભલામણના ફોન આવે છે. જો મારા હાથમાં હોય તો હું બધા લોકોનું એડમિશન કરી દઉં પરંતુ આ શક્ય નથી.

નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, બધા લોકો ઈચ્છે છે કે બાળકો સારામાં સારી સ્કૂલમાં ભણે પરંતુ તેના માટે સારી સગવડતા નથી. વધુમાં જણાવ્યું હતું કે, જો દેશમાં તમામ સ્કૂલમાં ભણતરની સારી વ્યવસ્થા થઇ જાય તો લોકો ધીરુભાઈ અંબાણી સ્કૂલની પાછળ ના પડી રહેત. આ સાથે જ મારે લોકોને મનાવવા ના પડત.