બોલીવુડ હોય કે ક્રિકેટ, દેશના સૌથી અમીર બીઝનેસમેન મુકેશ અંબાણીની પત્નીએ લગભગ દરેક જગ્યાએ પોતાની દમદાર ઉપસ્થિતિ દર્જ કરેલી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની ડાયરેક્ટરથી લઈને આઇપીએલની ટીમ મુંબઈ ઈન્ડીયની માલકિન સુધી, નીતા અંબાણીનું નામ ખુબ પ્રચલિત છે. આજે દેશની જાણીતી બીઝનેસ વુમેન નીતા અંબાણીનો જન્મદિવસ છે. 1963માં જન્મેલી નીતા અંબાણી આજે દેશની સૌથી ધનિક મહિલાઓ પૈકી એક છે. મિડલ ક્લાસ પરિવારથી આવનારી નીતા અંબાણી હંમેશાથી ક્લાસિકલ ડાન્સર બનવા માંગતી હતી.
View this post on Instagram
નીતા અંબાણીને પહેલેથીજ ટીચર બનવાનો શોખ હતો. તેને બાળકોને ભણાવવું અને માર્ગદર્શન આપવું ખુબ પસંદ છે. માટે તે પોતાના આ શોખને પૂરો કરવા તે લગ્ન પછી પણ ટીચરની નોકરી કરતી હતી જ્યાં તેનો પગાર હતો માત્ર 800 રૂપિયા. નીતા અંબાણીએ બાળકોને સારું ભણતર મળે તે માટે તેના સસરા ધીરુભાઈ અંબાણીના નામથી સ્કૂલ શરૂ કરી હતી. આ સ્કૂલમાં બધા જ બાળકોને સમાન ભણતર ભણાવામાં આવતું હતું. હાલ નીતા અંબાણી ‘ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલ’ માં મેનેજમેન્ટનું કામ કરે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આજના દિવસે પણ બાળકોનું કાબેલિયત પ્રમાણે એડમિશન આપે છે. કોઈની લાગવગથી તે કોઈ પણ બાળકને એડમિશન આપતી નથી.
View this post on Instagram
નીતા અંબાણી શાળમાં એડમિશનની પ્રક્રિયા શરૂ હોય ત્યારે તે તેનો ફોન બંધ જ રાખે છે, કારણકે કોઈજાણીતું એડમિશન માટે ભણામણ કરે અને તે તેના નિયમમાં ના આવતું હોય તેથી તે ફોન બંધ રાખે છે.
ત્યાર બાદ નીતાએ પોતાના સસરાની સ્કુલ ‘ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલ’ માં મેનેજમેન્ટનું કામ કરતી હતી.જણાવી દઈએ કે બોલીવુડ નાં જાણીતા સ્ટાર્સ શાહરૂખ, આમીર ખાન, સચિન તેંદુલકર, ઋત્વિક રોશન, શ્રી દેવી વગેરેના બાળકોએ આજ સ્કુલમાંથી અભ્યાસ પ્રાપ્ત કરેલો છે.
નીતા અંબાણીના અમુક અંગત જીવન વિશેની વાતો કહેવા જઈ રહ્યા છીએ. નીતા અંબાણીનું માનવું છે કે ડાંસથી જીવનનો કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ દુર કરી શકાય છે. માટે નીતા રોજ સવારે ઉઠીને ડાંસ કરવાનું પસંદ કરે છે.
View this post on Instagram
નીતા અંબાણીના ફોનથી લઈને તેની સાળીઓ સુધી, લગભગ દરેક વસ્તુ કીમતી અને લાજવાબ હોય છે. હાલમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન પૂછવામાં આવ્યું કે તે પોતાના સ્ટ્રેસને દુર કરવા માટે શું કરે છે. તો નીતા એ કહ્યું કે તે સ્ટ્રેસને દુર કરવા માટે સ્વીમીંગ, ડાન્સિંગ અને બાળકોની સાથે સમય વિતાવવાનું પસંદ કરે છે. ડાન્સિંગ નીતા માટે એક મેડીટેશન જેવું જ છે. જે તેનું ભગવાન સાથે સીધુજ કનેક્શન છે. સાથે જ તે કહે છે કે દરેક મહિલા પાસે એવું કંઈક હોવું જોઈએ કે તે પોતાની સાથે સમય વિતાવી શકે.
નીતા અંબાણી ગયેલા વર્ષે આંતરરાષ્ટ્રીય ઓલોમ્પિક સમિતિની પહેલી ભારતીય મહિલા સદસ્ય બની હતી. પોતાની પસંદગી થયા બાદ નીતા અંબાણીએ પોતાના બયાનમાં કહ્યું કે, આઈઓસી દ્વારા પસંદ કરવાથી તે વાસ્તવમાં ખુબ અભિભૂત છે. તે વિશ્વ સ્તર પર ભારતના વિકાસ થવાની ઓળખ છે. જે ભારતીય મહિલાઓની ઓળખ છે.
જણાવી દઈએ કે, ગત વર્ષે રિલાયન્સ ફાઊંડેશનની પ્રમુખ નીતા અંબાણીને ફોર્બ્સ એશિયાની સૌથી શક્તિશાળી મહિલા ઘોષિત કરવામાં આવી હતી. નીતા આ ક્ષેત્રની 50 પ્રમુખ ઉદ્યમિયોની સૂચીમાં ટોપ પર રહી ચુકેલી છે.
View this post on Instagram
Elegance..from @abujanisandeepkhosla @_iiishmagish ‘s from @sabyasachiofficial
જણાવી દઈએ કે, પહેલી નજરમાં જોતાજ મુકેશ અંબાણીને નીતા સાથે પ્રેમ થઈ ગયો હતો. સાથે જ રસ્તા પર ટ્રાફિકની વચ્ચે ગાડી રોકીને તેમણે નીતાને પ્રપોઝ કર્યો હતો. સાથે જ તેમણે નીતા સાથે મુંબઈની ગલીઓમાં પબ્લિક બસના પણ ચક્કર કાપ્યા હતા. એક વખત મુકેશ અંબાણી નીતાને લઈને બહાર નીકળા હતા. ત્યારે મુકેશ અંબાણીએ સિગ્નલ પર કાર ઉભી રાખીને કહ્યું કે, તું મારા સવાલનો જવાબ નહિ આપ ત્યાં સુધી હું ગાડી નહીં ચલાવું. મુકેશ અંબાણીએ સવાલ કર્યો હતો કે, શું તું મારી સાથે લગ્ન કરીશ ? વાહન જામની સમસ્યાને કારણે અન્ય લોકોને તકલીફ ના પડે તે માટે નીતા અંબાણીએ લગ્ન કરવાની હા પાડતા મુકેશ અંબાણીએ કાર આગળ ચલાવી હતી.
નીતા પોતાના બાળકો અનંત, આકાશ અને ઇશાને લક્ઝરી કારનાં બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સ્કુલ મોકલતી હતી. જેને લીધે તેઓ એક સામાન્ય વ્યક્તિના જીવનમાં આવેલી તકલીફોને સમજી શકે.
નીતા અંબાણીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘ સ્કુલ જવાના સમયે તે પોતાના બાળકો ને માત્ર 5-5 રૂપિયા જ પોકેટમની આપતી હતી, જેથી તેઓ પૈસાનું મહત્વ સમજી શકે અને લોકોનું સન્માન કરે’.
એક દિવસ જ્યારે ત્રણે બાળકો સ્કુલ જવા માટે રેડી થયા ત્યારે મોટા દીકરા અનંત નીતા પાસે આવ્યો અને 10 રૂપિયા ની માંગ કરી. નીતાએ જ્યારે પૂછ્યું કે કેમ વધારે પૈસાની માંગ કરે છે? ત્યારે અંનતે કહ્યું હતું કે, મારા મિત્રો પોકેટ ખર્ચ માટે હાથમાં માત્ર 5 રૂપિયા જોઈને મજાક ઉડાવે છે. જ્યારે હું 5 રૂપિયા લઈને કંઈ પણ લેવા જાવ છું તો બીજા કહે છે કે તું અંબાણી છે કે ભિખારી’.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.