જીવનશૈલી

10 PHOTOS: સુંદરતામાં નીતા અંબાણીને માત આપે છે તેમની મોટી બહેન, લાઇમલાઈટથી દૂર જીવે છે સાધારણ જીવન

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણી 9 માર્ચના રોજ શ્લોકા મહેતા સાથે લગ્નના બંધનમાં બંધાયા હતા. આ શાહી લગ્નમાં બોલિવૂડ, ખેલ અને રાજનીતિની દુનિયાના લગભગ બધા મોટા સેલિબ્રિટીઝ સામેલ થયા હતા. લગ્ન બાદ પણ અંબાણી પરિવારની તસ્વીરો અને વિડિયોઝ સોશિયલ મીડિયા પર છવાયેલા છે.આજકાલ સોશિયલ મીડિયા પર નીતા અંબાણીની મોટી બહેન મમતા દલાલ અને તેમની માતા પૂર્ણિમા દલાલની તસ્વીરો વાયરલ થઇ રહી છે. જો કે, આ તસ્વીરો ફક્ત આકાશ અંબાણીના લગ્નના ફંક્શનની જ છે.મમતા દલાલે આ દરમિયાન લાલ રંગની સાડી પહેરી હતી. જેમાં તે ખૂબ સુંદર લાગી રહયા છે.ત્યારે નીતા અંબાણીની માતા, પૂર્ણિમા દલાલે ક્રીમ કલર સાડી સાથે સિમ્પલ મેકઅપ કર્યો હતો. પૂર્ણિમા દલાલ જોઈને એ સ્પષ્ટ ખબર પડે છે બંને દીકરીઓ સુંદર કેમ છે? જો માતા આટલા સુંદર દેખાતા હોય તો દીકરી તો સુંદર હોવાની જ છે ને!

નીતા અંબાણીના પિતા રવિન્દ્ર ભાઈ દલાલ અને માતા પૂર્ણિમા દલાલ છે, મમતા દલાલ તેમની મોટી બહેન છે. નીતા અંબાણી કરોડોનો બિઝનેસ સંભાળે છે અને તેમના સ્ટાઇલ સ્ટેટમેન્ટને લીધે તે હેડલાઇન્સમાં રહે છે,જ્યારે મમતા દલાલ સરળ જીવન જીવે છે. મમતા દલાલ, નીતા અંબાણીની શાળા ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકોને ભણાવે છે. ઘણીવાર મમતાને ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા માટે રેમ્પ વૉક કરતા જોવામાં આવ્યા છે.બૉલીવુડ અને ખેલ જગતની તમામ મોટા સેલિબ્રિટીઝના બાળકો ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં જ ભણે છે. મમતા દલાલે શાહરૂખ, ઐશ્વર્યા, રવિના ટંડન, હૃતિક રોશન, ચંકી પાંડે અને સચિન તેંડુલકરના બાળકોને ભણાવ્યા છે.એક ઈન્ટરવ્યૂમાં મમતાએ કહ્યું હતું કે, “દુનિયા માટે આ સેલિબ્રિટીઝના બાળકો છે, પરંતુ મારા માટે તે હંમેશા મારા વિદ્યાર્થીઓ જ છે.”

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન પ્રસંગે, મમતા દલાલે સ્ટેજ પર પરફોર્મ પણ કર્યું હતું. મમતા સાથે નીતા અંબાણી અને ટીના અંબાણી પણ સામેલ હતા. જુઓ વિડીયો:

Video 2:


Author: theGujjuRocks.in