સ્કૂલમાં પ્રાઈમરી શિક્ષક છે મુકેશ અંબાણીની સાળી મમતા દલાલ, જુઓ કેવું જીવન જીવે છે
દુનિયાના સૌથી અમીર વ્યતિઓમાંના એક મુકેશ અંબાણીનો પરિવાર અવાર નવાર ચર્ચામાં રહેતો હોય છે. ભલે પછી વાત તેમની પત્ની નીતા અંબાણી, તેમના બાળકો આકાશ, ઈશા અને અનંતની હોય છે કે પછી ભાઈ અનિલ અંબાણીની હોય દરેક કોઈક કારણોસર ચર્ચામાં રહેતા હોય છે. જોકે નીતા અંબાણીનો પરિવાર મીડિયાથી દૂર રહેવાનું જ પસંદ કરે છે.
નીતા અંબાણીના પિતા રવિન્દ્રભાઈ દલાલ અને માતા પૂર્ણિમા દલાલ પરિવાર સાથે સાધારણ રીતે જ જીવન જીવે છે. જોઈન્ટ ફેમિલીમાં મોટી થયેલી નીતાના સંસ્કાર એટલા બધા સારા હતા કે ધીરુભાઈ અંબાણીએ જોતા જ મોટા પુત્ર મુકેશ અંબાણી માટે તેને પસંદ કરી લીધી હતી. જણાવી દઈએ કે નીતા અંબાણીની એક બહેન પણ છે જે તેનાથી ઉંમરમાં 4 વર્ષ નાની છે. તેનું નામ મમતા દલાલ છે અને તે વ્યવસાયથી શિક્ષક છે.
ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ જેમાં સંસ્થાપક ખુદ નીતા અંબાણી છે તે જ સ્કૂલમાં તેની બહેન મમતા પ્રાઈમરી શિક્ષક છે. સાથેજ મીડિયા રિપોર્ટ અનુસાર મમતા દલાલ સ્કૂલનું મેનેજમેન્ટ પણ સાંભળે છે. જણાવી દઈએ કે લગ્ન પહેલા નીતા અંબાણી પણ પ્રોફેશનલ શિક્ષક હતી. અંબાણી પરિવારની વહુ બન્યા પછી પણ નીતા અંબાણીએ થોડાક વર્ષો સુધી ભણાવાનું ચાલુ રાખ્યું હતું.
એક ઇન્ટરવ્યુમાં મમતા દલાલે કહ્યું હતું કે તેણે શાહરુખ ખાનની પુત્રી ‘સુહાના ખાન’ અને સચિન તેંડુલકરનો પુત્ર ‘અર્જુન તેંડુલકર’ને પણ ભણાવી ચુકી છે. આગળ મમતા દલાલે કહ્યું હતું કે હું ખાલી ભણાવતી જ નથી પરંતુ વર્કશોપ અને એક્ટિવિટી પણ કરાવું છુ.
મીડિયા રિપોર્ટ અનુસાર નીતા અંબાણી પર લખવામાં આવેલ પુસ્તક ‘She Walks She Leads’માં નીતા અંબાણીના પિતાને લાઇમલાઇટમાં રહેવું પસંદ નથી અને તે આદત તેમની બહેનમાં પણ જોઈ શકાય છે. મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશના લગ્નમાં પણ મમતા દલાલ હાજર રહી હતી. તેમજ ઈશા અંબાણીના લગ્નમાં પણ નીતા અંબાણી બહેન અને દેરાણી સાથે ડાન્સ કરતો વીડિયો પણ વાયરલ થયો હતો.
મમતા દલાલે ફેશન ડિઝાઈનર ‘મનીષ મલ્હોત્રા’ના ડ્રેસ માટે મોડલિંગ પણ કરેલું છે. મમતા દલાલે પહેલા ઘણા ફેશન બ્રાન્ડ્સ માટે કામ કરેલું છે અને આ ફિલ્ડમાં આગળ વધવા માટે ખુબ જ સરળ હતું પરંતુ લાઈમલાઈટ વાળી લાઈફ મમતા દલાલને શરૂઆતથી જ પસંદ નથી.
મમતા દલાલને તેની બહેન અને પરિવારની સાથે ખુબ જ સારા સબંધ છે. ઈશા અંબાણીએ લગ્ન પછી એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ત્રણે ભાઈ બહેનને મોટા કરવામાં મમતા દલાલની ભૂમિકા મહત્વની રહી હતી.