ખબર જીવનશૈલી

અંબાણી પરિવારના આ બિઝનેસ સાથે જોડાયેલી છે નીતા અંબાણીની બહેન મમતા દલાલ, જાણો કરે છે શું કામ

આટલી સુંદર છે મુકેશ અંબાણીની સગી સાળી, જુઓ કેવી લાઇફસ્ટાઇલ જીવે છે

મિત્રો આપણે બધા મુકેશ અંબાણીને તો ઓળખતા જ હશું. દેશના સુધી ધનિક વ્યક્તિમાંથી એક મુકેશ અંબાણીને કોઈ ઓળખાણની જરૂર નથી. મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી કાયમ ચર્ચામાં છવાયેલા રહે છે. બિઝનેસથી લઈને આઈપીલ સુધી બધી જ જગ્યાએ તેઓ છવાયેલા રહે છે પણ ઘણા ઓછા લોકો નીતા અંબાણીના પરિવાર વિશે જાણે છે. ખાસ કરીને તેમની બહેન મમતા દલાલ વિશે લોકોને ઘણી માહિતી નથી.

Image source

ખુબ જ લો પ્રોફાઈમાં જીવવાવાળી મમતા દલાલ એક ટીચર છે, અને પ્રાપ્ત માહિતી અનુસાર તે ધીરુભાઈ ઇન્ટરનેશનલ સ્કૂલનું મેનેજમેન્ટ સંભાળે છે. આ સ્કૂલની ચેરપર્સન તેની બહેન નીતા અંબાણી છે.  મમતા પોતે અહીં બાળકોને ભણાવે છે. એક ઇન્ટરવ્યૂમાં તેમને જણાવ્યું હતું કે તેને શાહરુખ ખાન અને સચિન તેંડુલકરના છોકરાને ભણાવ્યા  છે. તેમની કહેવું છે કે તેમને ભલે શાહરુખ ખાન અને સચિન તેંડુલકરના છોકરાને   ભણાવ્યા હોય પણ હું મારા માટે તો બધા છોકરાઓ સમાન જ છે. હું માત્ર તેમને ભણાવતી નથી પણ તેમને વર્કશોપ અને ફિઝિકલ એક્ટિવિટી પણ કરાવું છું.

Image source

ખરેખર, નીતા અંબાણી અને મમતા બંને વ્યવસાયિક ધોરણે શિક્ષક રહી છે. નીતા અંબાણી પોતે ભણાવવાની શોખીન છે અને લગ્ન પછી પણ તેણે થોડા વર્ષો સુધી બાળકોને ભણાવ્યા હતા. નીતા અને મમતાની ભણતર પ્રત્યેની વૃત્તિનું એક કારણ પારિવારિક વાતાવરણ પણ છે. તેમના દાદા એક ફ્રેન્ચ પ્રોફેસર હતા, જ્યારે તેમના દાદી ગાંધીવાદી વિચારોથી પ્રભાવિત હતા. તેમના પિતા રવીન્દ્રભાઇ દલાલ બિરલા ઘરના સાથે કામ કરતા હતા અને ખૂબ જ નજીકના સંબંધ હતા. 11 બહેનો વચ્ચે ભણેલી નીતા અને મમતાએ પોતાનું બાળપણ સંપૂર્ણ રીતે મધ્યમ વર્ગના ભારતીય સંસ્કારમાં વિતાવ્યું છે.

Image source

નીતા અંબાણી માત્ર 800 રૂપિયામાં શિક્ષકની નોકરી કરતી હતી નીતા અંબાણીની બહેને પણ મોડેલિંગ કર્યું છે. અંબાણી પરિવારની પાર્ટીઓમાં મમતા દલાલ ઘણી વાર જોવા મળે છે. તેમની અને નીતા અંબાણી વચ્ચે જબરદસ્ત બોન્ડીગ છે. સોશિયલ મીડિયાથી દૂર રહેતી મમતા દલાલે ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ડ્રેસિંગ માટે પણ મોડલિંગ કર્યું છે. ઇશા અંબાણીના લગ્ન પ્રસંગે મમતા દલાલ પણ જોવા મળી હતી. તેને મ્યુઝિકલ સેરેમની દરમિયાન અનિલ અંબાણી અને ટીના અંબાણી સાથે પર્ફોમ પણ કર્યું હતું.

Image source

નીતા અંબાણીની માતા પૂર્ણિમા દલાલ પણ સામાન્ય રીતે મીડિયાથી દૂર હોય છે, પરંતુ તેમનો એક વીડિયો 2017 માં ચર્ચામાં આવ્યો હતો, જ્યારે તે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની જીત માટે પ્રાર્થના કરી રહ્યા હતા. આ મેચમાં  મુંબઇ ઇન્ડિયન્સની જીતી થઇ હતી અને ચાહકો તેમના વિશે જાણવા માંગતા હતા. ત્યારે અભિષેક બચ્ચને જણાવ્યું હતું કે, ‘તે નીતા અંબાણીની માતા છે અને બધા તેમને નાની કહે છે.’