જીવનશૈલી

સ્પેશીલ સ્ટોરી: આ તસ્વીરમાં દેખાતા નીતા અંબાણીના બેગ વિશે જાણીને હચમચી જશો, બાપ રે…

બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી કરિશ્મા કપૂર તાજેતરમાં જ બહેન કરીના સાથે લંડનમાં જોવા મળી હતી. આ સમયની એટલી તસવીરો કરિશ્માએ શેર કરી હતી, જેમાં તેની સાથે તેની બહેન કરીના અને દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી પણ પોતાની બહેન મમતા દલાલ સાથે દેખાઈ રહયા છે.

કરિશ્મા કપૂરે આ તસ્વીર શેર કરતા લખ્યું છે, ‘Wonderful afternoon #londondiaries’. આ તસ્વીરમાં કરિશ્મા કપૂર, કરીના કપૂર ખાન, નીતા અંબાણી અને મમતા દલાલ લંડનમાં સારો સમય પસાર કરી રહયા હોય એવું જણાઈ રહ્યું છે.

 

View this post on Instagram

 

Wonderful afternoon ❤️❤️ #londondiaries🇬🇧

A post shared by KK (@therealkarismakapoor) on

આ તસ્વીરને ધ્યાનથી જોતા ખબર પડશે કે નીતા અંબાણીના હાથમાં જે હેન્ડબેગ છે એ વિશ્વનું સૌથી મોંઘુ હેન્ડબેગ છે. આ હેન્ડબેગ પ્રખ્યાત બ્રાન્ડ Hermes Birkinનું છે. નીતા અંબાણીનું આ હેન્ડબેગ Hermes Himalayan Crocodile Birkin ખૂબ જ સુંદર છે. જાણકારી અનુસાર, આ હેન્ડબેગ હિમાલયન ક્રોકોડાઇલની સ્કિનમાંથી બનાવવામાં આવે છે જે $380,000ની કિંમતનું એટલે કે આશરે 2.6 કરોડ રૂપિયાનું આવે છે.

Birkin બેગ્સ પશ્ચિમી દેશોમાં ખૂબ પ્રખ્યાત છે. હોલિવૂડના ઘણા સેલેબ્સ પાસે આ બેગ છે. આ બેગ પહેલીવાર વર્ષ 1985માં અભિનેત્રી જેન બિરકિન માટે બન્યું હતું. જાણકારી અનુસાર, એક વર્ષમાં ફક્ત બે જ આવા બેગ બને છે. કારણ કે ક્રોકોડાઇલની સ્કિનમાંથી બનતા આ બેગને ડાઇ કરવું ખૂબ જ જટિલ પ્રક્રિયા છે.

વાત કરીએ નીતા અંબાણીની તો તેઓ લંડનમાં વર્લ્ડકપની ઇન્ડિયા-પાકિસ્તાનની મેચ સમયે ભારતની ટીમને ચીયર કરતા જોવા મળ્યા હતા. અહીં નોંધનીય છે કે મુકેશ અંબાણી અને તેમનો પરિવાર અવાર-નવાર ચર્ચાઓમાં આવતા જ રહે છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં દીકરી ઈશા અંબાણીના ભવ્ય લગ્ન બાદ આ વર્ષે માર્ચમાં દીકરા આકાશ અંબાણીના શાહી લગ્નની પણ ખૂબ જ ચર્ચાઓ થઇ હતી. ત્યારે હાલ નીતા અંબાણી કરિશ્મા કપૂરે શેર કરેલી તસ્વીરને કારણે ચર્ચાઓમાં છે. કારણ કે આ તસ્વીરમાં તેમના હાથમાં જે બેગ છે એ ખૂબ જ ખાસ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks