જીવનશૈલી

જુઓ નીતા અંબાણીની પરંપરાગત પોશાક અને ઘરેણામાં 8 તસ્વીરો જે તમે ક્યારેય નહિ જોઈ હોય

નીતા અંબાણી પહેલા તેમની દીકરીના લગ્નમાં તેમના લૂકને કારણે અને હવે તેમના દીકરાના લગ્નમાં તેમના લૂકને કારણે ચર્ચામાં છે. તેઓ પરંપરાગત પોશાકમાં હંમેશા સુંદર દેખાય છે. ત્યારે આજે વાત કરીએ તેમના જુદા-જુદા લૂક વિશે: નીતા અંબાણીએ સબ્યસાચી દ્વારા તૈયાર કરવામાં આવેલ એક ઓફ-વ્હાઇટ કલરની હાથથી ભરતકામ કરીને સુશોભિત કરેલા ચણિયાચોળી પહેર્યા છે, સાથે તેને કોન્ટ્રાસ્ટ કલરમાં મરૂન કલરના મોતીનો હાર પહેર્યો છે. આ લૂકને તેને એક સુંદર માંગ ટીકો પહેરીને અને તેને મેચિંગની ફ્લોરલ ડ્રોપ ઇઅરરિંગ પહેરીને પૂર્ણ કર્યો છે.


આકાશ અંબાણીની જાનમાં તેમણે ગુલાબી રંગના ભારે જટિલ ભરતકામ કરેલા ચણીયો અને બ્લાઉઝ પહેર્યા હતા સાથે ભારે બોર્ડરવાળો મેચિંગ દુપટ્ટો ગુજરાતી સ્ટાઇલથી ઓઢ્યો હતો. તેમણે તેની સાથે ભારે લીલા જેમ્સવાળો પહેર્યો હતો, જે ખૂબ જ સુંદર દેખાતો હતો. તેમના બ્લાઉઝમાં ‘શુભ આરંભ’ લખ્યું હતું, અને આજુબાજુ પર આકાશ અને શ્લોકાનું નામ પણ લખાવ્યું હતું.
નીતા અંબાણી સબ્યસાચી દ્વારા તૈયાર કરવામાં આવેલા જાંબલી મખમલના ચણિયાચોળીમાં ખૂબ જ અદભૂત લાગી રહયા છે. આ ચણિયાચોળી સબ્યસાચીની સિલ્વર, સલ્મા-સિતારા અને બુલિયન સાથેનો ઝરદોશી રિવાઇવલ સીરીઝનો ભાગ હતા. તેમને આ ચણિયાચોળી સાથે ભારે હીરાનો હાર પહેરીને વાળ ખુલ્લા રાખ્યા છે, જે તેમના આ લૂકને વધુ આકર્ષક બનાવે છે.
તેમના દેખાવને શાહી રાખતા, નીતા અંબાણીએ એક સમારંભમાં સબ્યસાચી દ્વારા તૈયાર કરવામાં આવેલા ચણિયાચોળી પહેર્યા હતા. એમાં થયેલી ભરતકામ એ તુસર ફેબ્રિક પર ટીલા વર્ક છે. તેમને તેમના આ લૂકને લેરિયા દુપટ્ટા સાથે પૂર્ણ કર્યો હતો.

નીતા અંબાણીએ આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નના એક સમારોહમાં અચ્યુતમ કેશવમ પર નૃત્ય પ્રસ્તુત કર્યું હતું, જે સમયે તેમને ગુલાબી ભારે વર્કવાળા ચણિયાચોળી પહેર્યા હતા. આ સાથે જ તેમને ભારે ડાયમંડ જવેલરી પહેરી હતી. તેમના આ લૂકમાં ડાયમંડ જવેલરી અને આછા મેકઅપ સાથે તેઓ ખૂબ જ અદભૂત દેખાતા હતા.
આ લૂકમાં તેઓ એક જ સાથે છટાદાર અને મોહક બંને લાગી રહયા છે. તેમને કેસરી રંગના ચણિયાચોળી પહેર્યા છે આ ચણિયાચોળીમાં સિલ્વર ઝરદોશી વર્ક કરવામાં આવ્યું છે, જેની સાથે તેમણે લેરિયાવાળો દુપટ્ટો પહેર્યો છે. મોટા ઝુમકા અને હાર સાથે તેમનો આ દેખાવ કોઈ મહારાણી કરતા ઓછો નથી લાગતો.
નીતા અંબાણી ઈશા અંબાણીના લગ્નમાં તેમના આ સુંદર દેખાવને કારણે ચર્ચાનો વિષય બની ગયા હતા. લગ્નમાં તેઓ સૌથી સ્ટાઈલિશ દેખાતા હતા અને તેમને ઘણી સ્ત્રીઓને આવા દેખાવાનો ગોલ આપ્યો છે. ભારે ગોલ્ડન ચણિયાચોળી સાથ જાંબલી દુપટ્ટો એક સુંદર કોન્ટ્રાસ્ટ બનાવે છે.નીતા અંબાણીનો વધુ એક સુંદર દેખાવ, કે જેમાં તેમણે સબ્યસાચી દ્વારા બનાવવામાં આવેલા ગુલાબી ચણિયાચોળી પહેર્યા છે, અને સાથે તેમણે લીલા રંગનો ભારે હાર પહેર્યો છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.