ખબર ખેલ જગત દિલધડક સ્ટોરી

IPL 2019ની ટ્રોફી લઈને મુંબઈ ઇન્ડિયન્સ ટીમના માલિક નીતા અંબાણી પહોંચ્યા મંદિર, જુઓ વિડીયો

ચોથી વાર આઇપીએલ જીતીને ઇતિહાસ રચનારી ટિમ મુંબઈ ઇન્ડિયન્સની માલિક એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી છે. મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ચોથી વાર ટીમને ચેમ્પિયન બનાવી છે. આઈપીએલની મેચો દરમ્યાન ઘણીવાર નીતા અંબાણી ટીમનો જુસ્સો વધારવા માટે મેદાન પર હાજર રહે છે. ઘણીવાર એવા દ્રશ્યો પણ સર્જાય છે કે કટોકટીના સમયે નીતા અંબાણી સ્ટેડિયમમાં બેસીને પ્રાર્થના કરવા લાગે છે.

Image Source

ત્યારે આ વખતે પણ જયારે મુંબઈ અને ચેન્નઈ વચ્ચે રમવામાં આવેલા મુકાબલામાં એ કહેવું મુશ્કેલ હતું કે આખરે કઈ ટિમ વિજેતા બનશે. ત્યારે સ્ટેડિયમમાં ટીમોના ચાહકો પોતાની પસંદગીની ટિમો માટે પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા, એ જ સમયે મુંબઈ ઇન્ડિયન્સ ટીમના માલિક નીતા અંબાણીનો પણ વિડીયો વાયરલ થયો હતો જેમાં તેઓ છેલ્લી ઓવરોમાં ટીમના જીતવા માટે પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા.

Image Source

એ તો જે પણ હોય, પણ મુંબઈ ઇન્ડિયન્સના એક વધુ ખિતાબ જીતી જવાથી નીતા અંબાણી ખૂબ જ ખુશ છે. આ જ કારણ છે કે નીતા અંબાણી આઈપીએલની ટ્રોફી લઈને મુંબઈના જુહુ સ્થિત મંદિર પહોંચી.

અહીં તેઓએ ટ્રોફીને ભગવાન શ્રીકૃષ્ણ સામે મૂકીને પુજારીઓ પાસેથી મંત્રોચ્ચાર સાથે પૂજા કરાવી. નીતા અંબાણી હૈદરાબાદમાં રમાયેલી ફાઇનલ મેચ બાદ પરત ફરીને અહીં પૂજા કરતી જોવા મળી હતી. એવામાં કહી શકાય છે કે નીતા અંબાણીની ભગવાન શ્રીકૃષ્ણમાં ઘણી આસ્થા છે અને તેઓ તેમની જ પ્રાર્થના મેચ દરમ્યાન કરે છે, જેને લઈને પણ ક્રિકેટના ચાહકો તેમને ટ્રોલ કરે છે.

Image Source

આ પૂજાનો વિડીયો મુંબઈ ઇન્ડિયન્સના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં અર્પણ આવ્યો છે, જેમાં નીતા અંબાણી એકલા ટ્રોફીને ઉઠાવીને મંદિરમાં શ્રીકૃષ્ણ ભગવાનના ચરણોમાં મૂકી રહયા છે. આ વીડિયોમાં નીતા અંબાણી જય શ્રીકૃષ્ણ પણ કહે છે. મંદિરના પૂજારી જય દ્વારકાધીશ ભગવાનના નારા પણ લગાવે છે.

Image Source

જણાવી દઈએ કે નીતા અંબાણી પોતાના દીકરા આકાશ અંબાણી સાથે મુંબઈ ઇન્ડિયન્સની દરેક મેચમાં જાય છે. મુંબઈ ઇન્ડિયન્સ ટીમને તેઓ એક પરિવારની જેમ ટ્રીટ કરે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks