ગોલ્ડન ટેંપલ પહોંચ્યા નીતા અંબાણી : મુંબઇ ઇન્ડિયન્સ માટે માગેલી દુઆ કબૂલ, પંજાબને તેમના જ હોમ ગ્રાઉન્ડમાં હરાવી

નીતા અંબાણીએ ગોલ્ડન ટેમ્પલમાં જઈને કરી’તી પ્રાર્થના, જુઓ બ્યુટીફૂલ તસવીરો

દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ રિલાયન્સ ગ્રુપના માલિક મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની જીત માટે પ્રાર્થના કરવા બુધવારે મોડી રાત્રે સુવર્ણ મંદિર પહોંચ્યા હતા. પોતાની ટીમ MIની જર્સી પહેરીને તે સુવર્ણ મંદિર સંકુલમાં પ્રવેશ્યા, જ્યારે MI ટીમ પંજાબ કિંગ્સ 11 સાથે મેચ રમી રહી હતી ત્યારે નીતા અંબાણીએ સુવર્ણ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી.

નીતા અંબાણી પહોંચ્યા ગોલ્ડન ટેમ્પલ:

નીતા અંબાણી MI ટીમની જર્સી પહેરીને સુવર્ણ મંદિર પહોંચ્યા અને સીધા જ માહિતી કેન્દ્ર પહોંચ્યા. આ દરમિયાનની તસવીરો પણ સામે આવી છે, જેમાં તેઓ પિંક ચુન્ની પહેરી શીખ વિધિ મુજબ માથું ઢાંકી દર્શન કરતા જોવા મળી રહ્યા છે. આ પછી તેમણે સમગ્ર કેમ્પસની પરિક્રમા કરી હતી. તેમણે ગુરુઘરમાં પણ માથું નમાવ્યું.

નીતા અંબાણીની અરદાસ કબૂલ થઇ:

કડાહ પ્રસાદ ગ્રહણ કર્યા બાદ તેમણે શ્રી અકાલ તખ્ત સાહિબ નતમસ્તક કર્યું. IPL 2023માં MI ટીમની સ્થિતિ એટલી મજબૂત નથી, પરંતુ બુધવારે મોડી રાત્રે સુવર્ણ મંદિર પહોંચ્યા બાદ નીતા અંબાણીની અરદાસ કબૂલ થઇ. મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સને તેના જ હોમ ગ્રાઉન્ડમાં 11થી હરાવ્યું હતું.

MIના નેટ રન રેટમાં સુધારો:

ત્યાં, MIના નેટ રન રેટમાં પણ સુધારો થયો અને પોઈન્ટ 8 થી વધીને 10 થયા. MI ની ટીમ હવે કિંગ્સ 11ની ટીમને હરાવીને 7માં નંબર પર આવી ગઈ છે. ખાસ વાત એ હતી કે MIએ પંજાબ કિંગ્સ 11ને તેમના હોમ ગ્રાઉન્ડ પર હરાવ્યું હતું.

મુંબઈ ઈન્ડિયન્સે 4 વિકેટે કર્યા 216 રન:

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબે 20 ઓવરમાં 3 વિકેટે 214 રન બનાવ્યા હતા જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે લક્ષ્યનો પીછો કરતા 18.5 ઓવરમાં 4 વિકેટે 216 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

Shah Jina