નીતા અંબાણીએ કરી રામ નવમીની પૂજા, પછી એવું મોટું કામ કર્યું કે કહેશો વાહ સંસ્કાર આને કહેવાય….

ભારતના અને દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીનો ડ્રીમ પ્રોજેક્ટ આજે હકિકત બનવા જઇ રહ્યો છે. મુંબઇમાં NMACC (નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેંટર)નું ઉદ્ઘાટન આજે એટલે કે 31 માર્ચે છે. આ પહેલા નીતા અંબાણીએ ગઇકાલે એટલે કે ગુરુવારના રોજ રામનવમીના અવસર પર પારંપારિક પૂજા-અર્ચના કરી હતી. NMACCનો લોકાર્પણ કાર્યક્રમ ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે. આ કલ્ચરલ સેંટર અંબાણી પરિવાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીને ભારતીય કલા અને નૃત્ય (ખાસ કરીને ભરતનાટ્યમ) પ્રત્યે ખૂબ લગાવ છે. તે એક પ્રશિક્ષિત ભરતનાટ્યમ નૃત્યાંગના છે અને છ વર્ષની ઉંમરથી તેની સાથે સંકળાયેલી છે. આ લગાવને કારણે તેમણે આ કલ્ચરલ સેંટરનો પાયો નાખ્યો. તેમના માટે કલ્ચરલ સેંટરનો ઉદ્દેશ્ય ભારતીય કલાને જાળવવાનો અને પ્રોત્સાહન આપવાનો છે. NMACC એક એવું પ્લેટફોર્મ હશે જે ભારત અને વિશ્વભરના સમુદાયોને એકસાથે લાવીને પ્રતિભાને પ્રોત્સાહિત કરવાનું કામ કરશે.

નીતા અંબાણીએ આ સાંસ્કૃતિક કેન્દ્રના ઉદ્ઘાટનની પૂર્વ સંધ્યાએ પરંપરાગત રીતે રામ નવમીની પૂજા કરી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કલ્ચરલ સેંટરમાં પૂજા બાદ નીતા અંબાણીએ કહ્યું કે આ સાંસ્કૃતિક કેન્દ્રનું સપનું સાકાર કરવું મારા માટે પવિત્ર યાત્રા જેવું રહ્યું છે. અમે એક એવી જગ્યા બનાવવા માંગીએ છીએ જ્યાં આપણો સાંસ્કૃતિક વારસો ખીલે. સિનેમા હોય કે સંગીત, નૃત્ય હોય કે નાટક, સાહિત્ય હોય કે લોકકથા, કલા હોય કે હસ્તકલા, વિજ્ઞાન હોય કે અધ્યાત્મ.

જણાવી દઇએ કે, NMACCમાં 16,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું ચાર માળનું આર્ટ હાઉસ બનાવવામાં આવ્યું છે. તેમાં એક્ઝિબિશન અને ત્રણ થિયેટર છે. આ બધામાં એડવાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમાંનું સૌથી મોટું 2,000 સીટનું ગ્રાન્ડ થિયેટર હશે, જેમાં 8,400 સ્વારોવસ્કી સ્ફટિકો સાથે અદભૂત કમળ-થીમ આધારિત ઝુમ્મરનો સમાવેશ થશે. તેમાં નાના પ્રદર્શનો અને ઇવેન્ટ્સ માટે 250-સીટનું સ્ટુડિયો થિયેટર અને 125-સીટનું ધ ક્યુબ શામેલ છે.

31 માર્ચ 2023ના રોજ એટલે કે આજે NMACCના દરવાજા ત્રણ દિવસના ભવ્ય લોન્ચ સાથે ખુલવા જઈ રહ્યા છે. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) મુંબઈમાં બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) ખાતે Jio વર્લ્ડ સેન્ટરની અંદર આવ્યું છે. તે ભારતની શ્રેષ્ઠ કલા અને સંસ્કૃતિને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવાનું સ્થળ બનશે. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં બાળકો, વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોને ફ્રી એન્ટ્રી આપવામાં આવશે. શાળા-કોલેજ આઉટરીચ પ્રોગ્રામ હોય કે કલા-શિક્ષક એવોર્ડ કાર્યક્રમ હોય કે ગુરુ-શિષ્ય પરંપરા, કેન્દ્ર આવા તમામ કાર્યક્રમો પર વિશેષ ધ્યાન આપશે.

કેન્દ્રના મુલાકાતીઓ nmacc.com અથવા BookMyShow પરથી ટિકિટ ખરીદી શકે છે. ઉદઘાટનના ખાસ અવસર પર થનાર કાર્યક્રમમાં ટોની અને એમી એવોર્ડ વિજેતા ક્રૂ તરફથી સંગીતમય પ્રસ્તુતિ આપવામાં આવશે. તેનું નિર્દેશન ફિરોઝ અબ્બાસ ખાન કરશે. આ ઉપરાંત મનીષ મલ્હોત્રા સહિત દેશના દિગ્ગજ ડિઝાઇનરો દ્વારા ભારતીય વસ્ત્રોની ઝલક બતાવવામાં આવશે. ‘સંગમ’ કાર્યક્રમ હેઠળ 5 ભારતીય અને 5 વિદેશી કલાકારો એકસાથે પરફોર્મ કરશે.

Shah Jina