ખબર જીવનશૈલી

નીતા અંબાણીના આ લગ્ઝરી પ્રાઇવેટ જેટની આટલી છે કિંમત, ખરીદી લેશો મનપસંદ ફરારી અને આલીશાન ઘર

નીતા અંબાણીનું આવું લગ્ઝરી જૅટ, મુકેશ અંબાણીએ આપ્યું હતું ભેંટ- જોઈ લો તસ્વીરો

ભારતના સૌથી ધનવાન એવા મુકેશ અંબાણી દુનિયાના સૌથી ધનિક લોકોની લિસ્ટમાં પણ નામના ધરાવે છે. મુકેશજીની પત્ની નીતા અંબાણી પણ એક સફળ બિઝનેસ વુમેન છે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો ઘણો કાર્યભાર સંભાળે છે. નીતા અંબાણી પોતાના મોંઘા મોંઘા શોખને લીધે પણ જાણવામાં આવે છે.

Image Source

નિતાજી પાસે એકથી એક લગ્ઝરી અને મોંઘી મોંઘી વસ્તુઓ છે, જેની કિંમત લાખો કરોડોમાં હોય છે. નિતાજી પાસે પોતાનું પ્રાઇવેટ જેટ પણ છે જે નિતાજીના જન્મદિવસ પર મુકેશજીએ ભેટ સ્વરૂપે આપ્યું હતું. આજે અમે તમને નીતાજીના પ્રાઈવેટ જેટની ખાસિયતો વિશે જણાવીશું.

Image Source

નીતા અંબાણી હાલ 57 વર્ષની થઇ ચુકી છે. નિતાજીના 44માં જન્મદિવસે મુકેશજીએ આલીશાન કસ્ટમ ફિટેડ એરબસ-319 ભેટમાં આપ્યું હતું જેની કિંમત 230 કરોડ જણાવવામાં આવી છે.

Image Source

નિતાજીના જેટમાં 10 થી 12 લોકો એકસાથે સફર કરી શકે છે. આ જેટ અંદરથી એકદમ શાનદાર છે. મુકેશજીએ જેટને નિતાજીની પસંદ અને જરૂરિયાતના હિસાબે કસ્ટમાઇઝ કરાવ્યું હતું. તે એટલી સુવિધાઓથી ભરપૂર છે કે તેની આગળ ફાઈવસ્ટાર હોટેલ પણ ફિક્કી લાગે છે.

Image Source

જ્યા એક તરફ મુકેશજી પોતાના બોઇંગ બિઝનેસ જેટનો ઉપીયોગ કરે છે જ્યારે નિતાજી પ્રાઇવેટ જેટમાં સફર કરવાનું પસંદ કરે છે.

Image Source

જેટની અંદર એક ડાઇનિંગ હૉલ, મ્યુઝિક સિસ્ટમ, સેટેલાઇટ ટેલિવિઝન અને વાયરલેસ કોમ્યુનિકેશન જેવી સુવિધાઓ પણ છે. એક માસ્ટર બેડરૂમની સાથે સુંદર બાથરૂમ અને જકૂજી પણ બનેલું છે.

Image Source

આ સિવાય મૂડને રિલેક્ષ કરવા માટે સ્કાઈ બાર પણ બનેલું છે. જેટમાં ગેમિંગ અને મનોરંજન માટેની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.