નીતા અંબાણીના લકઝરી પ્રાઇવેટ જેટની કિંમત છે અધધ, જેટની અંદરની સુવિધાઓ જોઈને કહેશો કે આની આગળતો 5 સ્ટાર હોટેલ પણ પડે ફીકી…

૧૨ તસવીરોમાં જુઓ અંદરથી કેટલું સુંદર અને આલીશાન દેખાય છે નીતા અંબાણીનું પ્રાઇવેટ જેટ

ભારતના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીની પત્ની અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માલકીન નીતા અંબાણી તેની લકઝરીયસ લાઇફસ્ટાઇલ માટે ખુબ જ મશહૂર છે. નીતા અંબાણી એક પાવરફુલ બિઝનેસવુમન છે જેના મોંઘા શોખ અવાર નવાર ચર્ચામાં રહેતા હોય છે.

57 વર્ષની નીતા અંબાણી તેની સવારની શરૂઆત જે ચાથી કરે છે તેની કિંમત લગભગ 3 લાખ રૂપિયા છે. નીતા લકઝરી લાઇફસ્ટાઇલની સાથે કીમતી વસ્તુઓની શોખીન પણ છે. નીતા અંબાણી મોંઘી ગાડીઓમાં તો ફરે જ છે સાથે તેમની પાસે પ્રાઇવેટ જેટ પણ છે જેમાં મુસાફરી કરવી નીતા અંબાણીને ખુબ ગમે છે.

જણાવી દઈએ કે નીતા અંબાણીને આ પ્રાઇવેટ જેટ મુકેશ અંબાણીએ તેમના જન્મદિવસે ગિફ્ટ આપ્યું હતું. આ પ્રાઇવેટ જેટની કિંમત 230 કરોડ રૂપિયા છે. મુકેશ અંબાણીને આ કસ્ટમ ફિટેડ એરબસ-319 લકઝરી પ્રાઇવેટ જેટ તેના 44માં જન્મ દિવસ પર ગિફ્ટ કર્યું હતું. આ જેટમાં એક સાથે 10-12 લોકો મુસાફરી કરી શકે છે. જણાવી દઈએ કે મુકેશ અંબાણી તેમના જેટનો ઉપયોગ બિઝનેસ માટે કરે છે તો તેમજ નીતા અંબાણી તેના પ્રાઇવેટ જેટમાં મુસાફરી કરવી પસંદ કરે છે.

આ પ્રાઇવેટ જેટનો અંદરનો નજારો ખુબ જ શાનદાર છે. મુકેશ અંબાણીએ જેટને નીતાની પસંદ અને જરૂરિયાત મુજબ કસ્ટમાઇઝ કરાવ્યું છે. આ જેટની અંદર એટલી બધી સુખ સુવિધાઓ મોજૂદ છે કે 5 સ્ટાર હોટેલ પણ આની આગળ ફીકી પાડવા લાગે. વિમાનની અંદર એક ડાઇનિંગ હોલ છે. તેમજ મૂડને લાઈટ કરવા માટે તેમાં એક સ્કાઈ બાર પણ મોજૂદ છે. પ્રાઇવેટ જેટની અંદર એક મિટિંગ રૂમ પણ છે.

એટલું જ નહિ નીતા અંબાણીના પ્રાઇવેટ જેટમાં મનોરંજન અને ગેમિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેટમાં મ્યુઝિક સિસ્ટમ, સેટેલાઇટ ટેલિવિઝન અને વાયરલેસ કોમ્યુનિકેશનની પણ બધી સુવિધા આપવામાં આવી છે. નીતા અંબાણી માટે આ જેટમાં એક માસ્ટર બેડરૂમ જોડે અટેચ બાથરૂમ પણ મોજુદ છે.

જણાવી દઈએ કે નીતા મોંઘા કપડાં, જવેલરી, બેગ અને બ્રાન્ડેડ વોચની પણ શોખીન છે. તેમની પાસે બેગ્સ અને વોચના ઘણા કલેક્શન પણ છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.

નીતા અંબાણીના આ પ્રાઇવેટ જેટની તસવીરો જોઈને અંદાજો લગાવી શકાય છે કે નીતા અંબાણી કેટલી આલીશાન લાઈફ જીવે છે. જોકે આવી લાઈફ જીવવા માટે અંબાણી પરિવાર મહેનત પણ ખુબ કરે છે. મહેનત, બુદ્ધિ અને કિસ્મત મળી જાય તો સામાન્ય માણસ પણ આવી લાઈફ જીવી શકે છે.

Patel Meet