જીવનશૈલી મનોરંજન

આ સમયે નીતા અંબાણીનું વજન પણ 47 કિલોમાંથી 90 કિલો થઇ ગયું હતું, આ રીતે થઇ ગયા પાછા સ્લિમ

દુનિયાના પ્રમુખ ઉદ્યોગકારો અને એશિયા અને ભારતના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી અને તેમનો પરિવાર હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલો રહેતો હોય છે.જેમાં નીતા અંબાણી ખાસ હંમેશા પોતાના લુક અને સ્ટાઇલને લઈને ચર્ચામાં પણ રહેતા હોય છે.

Image Source

નીતા અંબાણી 57 વર્ષની ઉંમરે પણ ખુબ જ ફિટ અને હેલ્દી દેખાય છે. પરંતુ તમને એ વાત જાણીને નવાઈ લાગશે કે એક સમય એવો પણ હતો જયારે નીતા અંબાણીનું વજન 57 કિલોમાંથી 90 કિલો થઇ ગયું હતું.

Image Source

એ વાત તમે પણ જાણતા જ હશો કે નીતા અંબાણીના દીકરા અનંત અંબાણીનું વજન પણ એક સમયે ખુબ જ વધારે હતું. તેને માત્ર 18 મહિનામાં જ 118 કિલો સુધીનું વજન ઘટાડ્યું હતું. ત્યારે પોતાના દીકરામાંથી જ પ્રેરણા લઈને પોતાનું વજન 40 કિલો જેટલું ઘટાડ્યું હતું.

Image Source

નીતા અંબાણીએ જ એક ઇન્ટરવ્યૂની અંદર જણાવ્યું હતું કે જ્યારે તે પ્રેગ્નેટ હતી ત્યારે તેમનું વજન 47 કિલોમાંથી 90 કિલોગ્રામ થઇ ગયું હતું. 2011માં એક ઇન્ટરવ્યૂ દર્મીયાનબ નીતાએ જણાવ્યું હતું કે: “મેં મારા પ્રેગ્નેન્સી પીરીયડને ખુબ જ એન્જોય કર્યો છે.”

Image Source

એજ ઇન્ટરવ્યૂમાં આગળ નીતાએ જણાવ્યું હતું કે: “23 વર્ષની ઉંમરમાં ડોકટરે મને કહ્યું હતું કે હું ક્યારેય મા નહીં બની શકું. મારા બંને બાળકો ઈશા અને આકાશ આઇવીએફ દ્વારા થયા છે.”

Image Source

20 વર્ષની ઉંમરમાં જ અનંતે સેલેબ્રીટી પર્સનલ ટ્રેનર વિનોદ ચન્નાને હાયર કર્યો. એ 18 મહિનામાં નીતા ફિટનેસને લઈને ખુબ જ ઇન્સ્પાયર થઇ અને તેને પોતાના દીકરા અનંત સાથે વર્કઆઉટ શરૂ કર્યું.

Image Source

નીતા દ્વારા એક મીડિયાને જણાવવામાં આવ્યું હતું કે: “હું અનંતની સાથે ડાયટ કરવા લાગી. તે જે ખાતો તેજ હું ખાતી. જ્યારે તે કસરત કરતો ત્યારે હું પણ કરતી. જો તે વૉક ઉપર જતો તો હું પણ જતી. સમયની સાથે મેં પણ મારુ વજન ઓછું કર્યું. તે મારી સૌથી મોટી પ્રેરણા હતો અને આ પ્રક્રિયા એ રીતે જ ચાલતી રહી. અમે બધા મોટાપાથી લડી રહ્યા હતા. આજે પણ બહુ જ બાળકો છે જે મોટાપા સામે લડી રહ્યા છે અને તેમની માતાને આ વાત માનવામાં શરમનો અનુભવ થાય છે.”

Image Source

આ રૂટિનને ફોલો કરવાની સાથે નીતા અંબાણીએ પણ અનુભવ્યું કે તેનું વજન પણ ઓછું થઇ રહ્યું છે. તે પ્રેગ્નેન્સીથી પહેલા વાળા શેપની અંદર પરત ફરી ગઈ.

Image Source

અનંત ખુબ જ મુશ્કેલ કસરત કરતો હતો જેને નીતા પણ ફોલો કરતી હતી. નીતાએ જણાવ્યું કે એક વર્ષમાં આખો દિવસ ફક્ત 40 મિનિટ યોગા કરું છું. તેમાં પણ હું ડાન્સિંગ, સ્વિમિંગ અને યોગા કરું છું. નીતાએ જણાવ્યું કે વજન ઓછું થયા બાદ તેમને પોતાની ડાયટમાં કાર્બોહાઇબ્રેડની માત્રા કરી દીધી છે. સાથે જ ફ્રૂટ અને લીલા શાકભાજી ખાય છે. તે રોજ બીટરૂટ જ્યુસ પીવે છે.