ભારત અને એશિયાના પહેલા નંબરના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના જીવન વિશેની ઘણી વાતો સામે આવે છે. આ વાતોમાંથી સામાન્ય માણસને પણ ઘણી જ પ્રેરણા મળે છે. લોકડાઉનમાં લોકોના વેપાર-ધંધા બંધ થઇ ગયા પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો વ્યવસાય પૂર ઝડપે વધ્યો, અને દુનિયાના ટોપ 10 સૌથી ધનાઢયનાં લિસ્ટમાં મુકેશ અંબાણીએ નામ મેળવી લીધું.

મુકેશ અંબાણીએ પોતાની કંપની અને પ્રોજેક્ટની જવાબદારી પોતાના દીકરા આકાશ અને દીકરી ઈશા અંબાણીને સોંપી દીધી છે તો તેમની પત્ની નીતા અંબાણી પણ કંપનીના સ્પોર્ટ્સ બીઝ્નેસમાં મહત્વની ભૂમિકા નિભાવી રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના આ લાંબા સફરમાં નીતા અંબાણીનું પણ યોગદાન ખુબ જ મોટું છે.

નીતા અને મુકેશના લગ્ન 1985માં થયા હતા. બિડલા ગ્રુપના એક અધિકારીની દીકરી નીતા મુંબઈમાં જ મધ્યમવર્ગીય પરિવારમાં મોટી થઇ. કોમર્સમાં ગ્રેજ્યુએશન કરી ચુકેલી નીતાના જણાવ્યા પ્રમાણે જયારે તેમના મુકેશ અંબાણી સાથે લગ્ન થઇ રહ્યા હતા ત્યારે તેમને સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે તે ઘરમાં ફક્ત દેખાવની વસ્તુ બનીને નહીં રહી શકે. જેના કારણે નીતાએ લગ્ન બાદ સ્પેશયલ એજ્યુકેશનથી ડિપ્લોમા કર્યું અને ઘણા વર્ષો સુધી શિક્ષિકાની રીતે કામ કર્યું. નીતાના જણાવ્યા પ્રમાણે “ઘણા લોકો વિચારે છે કે હું શું કામ કામકરું છું? પરંતુ મુકેશે મારુ હંમેશા સમર્થન કર્યું છે.”

થોડા સમય પહેલા મુકેશ અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણીએ એક મેગેઝીનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેનો અને તેના ભાઈ આકાશ અંબાણીનો જન્મ આઇવીએફ ટેકનીક દ્વારા થયો હતો.

નીતા પોતે જ જણાવે છે કે 1991માં તેમના બાળકોનો પ્રિમેચ્યોર જન્મ થયો હતો. ત્યારે મુશ્કેલીના સમયમાં મુકેશે કામની અંદરથી સંપૂર્ણ રીતે બ્રેક લઇ લીધો હતો. ત્યારે નીતાની ડોક્ટર ફિરૂંજા પારીખનું કહેવું હતું કે તેમને પોતાના બાળકો ઉપર ખુબ જ ધ્યાન આપવાની જરૂર હતી. આ મુશ્કેલીના સમયમાં નીતાએ પોતાની પ્રાથમિકતાઓ નક્કી કરી.

જો કે આ જવાબદારીઓ નિભાવવા છતાં નીતા છ મહિનામાં ફરીવાર કામ ઉપર પાછી આવી ગઈ હતી. એવું જણાવવામાં આવી રહ્યું છે કે મુકેશ અંબાણીએ નીતા પાસે ગુજરાતના જામનગરમાં કંપની સ્ટાફ માટે ટાઉનશીપના નિર્માણ માટે મદદ માંગી હતી. આ જગ્યા ઉપર રિલાયન્સ રિફાઇનિંગ કોમ્પલેક્સનું નિર્માણ ચાલુ હતું.

નીતાના જણાવ્યા પ્રમાણે મુકેશના આ પ્રસ્તાવના કારણે તે ઘણી જ નર્વસ થઇ ગઈ હતી. કારણ કે તેની પાસે કામનો કોઈ અનુભવ નહોતો. જો કે, તેને આ કામની જવાબદારી લીધી અને આગળના ત્રણ વર્ષ સુધી દર અઠવાડિયે બે વાર સાઈટનીની વિઝીટ કરવાનું કામ પૂર્ણ કર્યું.

આ ઘટનાને નીતા યાદ કરતા કહે છે કે: “મારુ શિડ્યુલ સજા જેવું હતું. હું ત્યાં કામ કરવા વાળી એકમાત્ર મહિલા હતી. અને બધા જ તેને સર કહીને બોલાવતા હતા.”
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.