ખબર

નીતા અંબાણીના અમેરિકાના આર્ટ મ્યુઝિયમમાં વગાડ્યો ભારતનો ડંકો- જાણો વિગત

રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીને ભારતની કલા અને સંસ્કૃતિને બચાવવા અને પ્રોત્સાહન આપવા માટે તેમની અપૂર્વ પ્રતિબદ્ધતા માટે ‘ધ મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ’ ના બોર્ડમાં પસંદગી પામ્યા છે. વિશ્વના સૌથી મોટા અને સૌથી વધુ મુલાકાત લેવાયેલા આર્ટ મ્યુઝિયમોમાંના એક, આ મ્યુઝિયમના પ્રમુખ ડેનિયલ બ્રોડ્સ્કીએ આ વાતની જાહેરાત કરી. નીતા અંબાણી આ મ્યુઝિયમની પ્રથમ ભારતીય માનદ ટ્રસ્ટી બની ગઈ છે. નીતા અંબાણી છેલ્લા ઘણા સમયથી ન્યૂયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ખાતેના પ્રદર્શનોને ટેકો આપી રહ્યા છે.

Image Source

આ મ્યુઝિયમ 149 વર્ષ જૂનું છે અને તે અમેરિકાનું સૌથી મોટું આર્ટ મ્યુઝિયમ છે. અહીં વિશ્વભરમાંથી 5000 વર્ષ જુની કલાકૃતિઓ હાજર છે. દર વર્ષે, લાખો લોકો આ મ્યુઝિયમની મુલાકાત લે છે. તેમાં ઘણા અબજોપતિઓ અને મોટી હસ્તીઓ પણ સામેલ હોય છે. મ્યુઝિયમના અધ્યક્ષ ડેનિયલ બ્રોડ્સ્કીએ મંગળવારે કહ્યું કે નીતા અંબાણીની મદદથી મ્યુઝિયમની કળાના અધ્યયન અને પ્રદર્શનમાં મોટો વધારો થયો છે.

Image Source

2017માં નીતા અંબાણીએ કહ્યું હતું કે મેટ્રોપોલિટન મ્યુઝિયમ દ્વારા ભારતીય કલાને એક પ્રતિષ્ઠિત સંસ્થામાં પ્રદર્શન કરવાની તક મળી અને અમને કલાના ક્ષેત્રમાં સતત કામ કરવાનું પ્રોત્સાહન મળ્યું. નીતા રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા વિશ્વભરમાં ભારતીય કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપી રહી છે. તે દેશમાં રમતગમત અને વિકાસ યોજનાઓને પણ પ્રોત્સાહન આપી રહી છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.