વેવાઇ અજય પીરામલને ગળે લગાવતા જ નીતા અંબાણીના પતિ મુકેશ અંબાણીનું આવુ હતુ રિએક્શન, કેમેરામાં કેદ થયો વીડિયો, જૂનો વીડિયો વાયરલ

નીતા અંબાણીએ અજય પીરામલને ગળે લગાવ્યા ! કેમેરામાં કેદ થયુ મુકેશ અંબાણીનું રિએક્શન- જુઓ વીડિયો ફરી હયો વાયરલ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી એક ફેમિલી મેન છે. તેમને ઘણીવાર પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા સ્પોટ કરવામાં આવે છે. મુકેશ અંબાણી અને તેમનો પરિવાર અવાર નવાર કોઇના કોઇ કારણોસર ચર્ચામાં રહેતો હોય છે. ત્યારે હાલમાં જ ઇશા અંબાણી કેટલાક મહિના પહેલા તેના ટ્વિન્સ બાળકોના જન્મ બાદ ભારત પરત ફરી છે. ભારત આવ્યા બાદ ઇશા અને તેના બાળકોનું ઘણુ ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

તે દરમિયાનની ઘણી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ત્યારે આ દરમિયાન એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં નીતા અંબાણી ઈશા અંબાણીના સસરા એટલે કે અંબાણી પરિવારના વેવાઇ એવા અજય પીરામલને ગળે લગાડે છે. આ દરમિયાન મુકેશ અંબાણીનું જે રિએક્શન હતુ તે કેમેરામાં કેદ થઇ જાય છે. જો કે, આ વીડિયો ફનના હેતુથી વાયરલ કરવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યુ છે.

જણાવી દઇએ કે, આ વીડિયો ત્યારનો છે જ્યારે ઈશા અંબાણી તેના પતિ આનંદ પીરામલ અને તેમના નવજાત જોડિયા બાળકો સાથે મુંબઈ આવી હતી ત્યારનો છે. કાલિના એરપોર્ટ પર ઉતર્યા પછી ઇશા અને તેના બાળકોનું અંબાણી પરિવાર દ્વારા ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઇશાએ નવેમ્બર 2022માં જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો અને તે બાદ તે એકાદ મહિના પછી તેના બાળકો સાથે ભારત પરત ફરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Filmy Only (@filmyonly)

Shah Jina