જીવનશૈલી

જ્યારે 90 કિલોનું થઇ ગયું હતું નીતા અંબાણીનું વજન…તો દેખાતા હતા કઈંક આવા, પછી આવી રીતે કરી પોતાને ફિટ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીને અમેરિકાના પ્રતિષ્ઠિ મેગેઝીન ‘ટાઉન એન્ડ કન્ટ્રી’એ વર્ષ 2020 ના ટોપ સમાજસેવીઓમાં સ્થાન આપ્યું છે. તેની સાથે સાથે રિલાયન્સ ફાઉન્ડેશનને પણ આ લિસ્ટમાં જગ્યા આપી છે.

Image Source

નીતા અંબાણી ઘણા સમયથી રિલાયન્સ ફાઉન્ડેશનના માધ્યમથી સમાજસેવાના કામોમાં લાગેલી છે. જણાવી દઈએ કે સમાજસેવીઓની આ લિસ્ટમાં ભારતમાંથી માત્ર તેને જ શામિલ કરવામાં આવી છે.

Image Source

તેને કોરોના વાયરસની મહામારી અને લોકડાઉનના દરમિયાન સમાજના ગરીબો માટે રાહત યોજનાઓ ચલાવવા, ગરીબો અને મજૂરોને ભોજન પૂરું પાડવા, આર્થિક મદદ અને દેશની પહેલી કવિડ-19 હોસ્પિટલ બનાવવાના સહિયોગ માટે દુનિયાના પ્રમુખ સમાજસેવીઓની લિસ્ટમાં તેને સ્થાન મળ્યું છે. આટલા વ્યસ્ત હોવા છતાં પણ નીતા અંબાણીના ચેહરા પર ક્યારેય પણ તણાવ જોવા નથી મળતો, તેનું કારણ છે તેની ફિટનેસ.

Image Source

એવામાં આજે અમે તમને નીતા અંબાણીના ફિટનેસ વિશે જણાવીશું. પોતાને ફિટ રાખવા માટે નીતા સવારથી લઈને સાંજ સુધી ઘણા નિયમોનું અનુકરણ કરે છે. તેમાં ખાસ કરીને ડાઈટ અને વ્યાયામ શામિલ છે.

Image Source

અમુક વર્ષો પહેલા એક ઈન્ટરવ્યુમાં નીતા અંબાણીએ કહ્યું હતું કે જ્યારે તેના લગ્ન થયા ત્યારે તેનું વજન માત્ર 54 કિલો હતું પણ જયારે તેના ત્રણ બાળકો થયા પછી તેનું વજન વધીને 90 કિલો સુધી પહોંચી ગયું હતું.

Image Source

વજન ઘટવા વિશે પૂછવા પર નીતાએ કહ્યું હતું કે તેના માટે તેનોં નાનો દિકરો અંનત પ્રેરણાત્મક છે. અનંતે નીતાને વજન ઘટાડવા અને ફિટ રહેવામાં ખુબ સાથ આપ્યો હતો.

Image Source

નીતા રોજ સવારે 40 મિનિટ વ્યાયામ, યોગ અને સ્વિમિંગ કરે છે. તેનાથી તેની ફેટ બર્નિંગ પ્રોસેસ ઝડપી થઈ જાય છે જેનાથી વધુમાં વધુ કેલરી બર્ન કરવામાં મદદ મળે છે.

Image Source

નીતા રોજ ડાન્સ પણ કરે છે. ડાન્સ કરવાથી પણ કેલેરી બર્ન કરવામાં મદદ મળે છે. નીતા રોજ સાંજે પણ 30 મિનિટ એક્સરસાઇઝ અને યોગ કરે છે.

Image Source

નીતાના દિવસની શરૂઆત બદામ અને અખરોટ ખાઈને થાય છે, સવારના નાશ્તામાં તે એક વ્હાઇટ એગ અને આમલેટ લે છે. અને દિવસ દરમિયાન પણ તે હેલ્દી વસ્તુઓ જ ખાય છે જેમાં કાર્બોહાઇડ્રેટની માત્રા ઓછી હોય છે.

Image Source

બપોરના ભોજનમાં લીલા શાકભાજીઓ અને સૂપ લે છે. સાંજે પનીર કે પ્રોટીન યુક્ત ખોરાક નાશ્તામાં લે છે. રાતના ભોજનમાં લીલા શાકભાજીઓ, સૂપ અને સ્પ્રાઉટ્સ લે છે.

Image Source

નીતાનું કહેવું છે માત્ર વ્યાયામ કે હેલ્દી ડાઇટથી વજન કંટ્રોલમાં નથી રહેતું તેની સાથે સાથે સ્ટ્રેસ ફ્રી રહેવું પણ જરૂરી છે. સ્ટ્રેસ ફ્રી રહેવાથી ભૂખ વધારરાના હૉર્મનની માત્રા ઓછી થઇ જાય છે જેથી વધારે ભોજન ખાવાથી બચી શકાય છે. આ સિવાય હકારાત્મક વિચારોની સાથે કામ કરવું પણ ખુબ જ જરૂરી છે.