જીવનશૈલી

ક્વીન જેવી જિંદગી જીવે છે નીતા અંબાણી, લગાવે છે 40 લાખની લિપસ્ટિક, અને સેન્ડલ્સ ક્યારેય નથી કરતી રિપીટ

નીતા અંબાણીનું જીવન છે ‘મહારાણી’ જેવું, લાઇફસ્ટાઇલ તો એવી કે આપણે સપનામાં પણ વિચાર ન શકીએ…રસપ્રદ લેખ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક અને દેશના સૌથી ધનિક વ્યક્તિ એવા મુકેશ અંબાણીને દુનિયા ભરમાં ઓળખવામાં આવે છે. જ્યારે તેની પત્ની નીતા અંબાણીનું નામ પણ પાવરફુલ બિઝનેસવુમેનની લિસ્ટમાં શામિલ છે. સામાન્ય પરિવારમાંથી આવતી નીતાએ પોતાને એક સફળ મહિલા તરીકે સ્થાપિત કરી. જ્યા એક તરફ મુકેશ અંબાણી સાદગીમાં જોવા મળે છે જ્યારે નીતા અંબાણી મોંઘી-મોંઘી વસ્તુઓનો શોખ રાખે છે. આજે અમે તમને નીતા અંબાણીની અમુક એવી વસ્તુઓ વિશે જણાવીશું જે નીતાજીને ખુબ જ પ્રિય છે અને તેની કિંમત તો લાખો કરોડોમાં છે.

Image Source

1. ડિઝાઈનર સાડી:
ગુજરાતી વહુ હોવાને લીધે નિતાજીને સાડીઓનો પણ ખુબ જ શોખ છે. નિતાજીની પાસે એકથી એક શાનદાર લાખો રૂપિયાની સાડીઓ છે. તેની મોટાભાગની સાડીઓ હીરા અને સોના જડિત હોય છે. પોતાના દીકરાની સગાઈમાં નિતાજીએ પહેરેલી સાડીની કિંમત 40 લાખ રૂપિયા હતી.

Image Source

2. કાર કલેક્શન:
નિતાજી મર્સીડીઝ એસ ક્લાસ જેવી સૌથી મોંઘી બ્રાન્ડની માલિક છે જેની કિંમત 2.73 કરોડ રૂપિયા છે. આ સિવાય તેની પાસે મેબાખ 62 એસ, રોલ્સ રોયસ ફેન્ટમ, એસ્ટ મૈટીન રૈપિડ, બીએમડબલ્યું જેવી શાનદાર ગાડીઓ છે. જેની કિંમત લાખો કરોડોમાં છે.

Image Source

3. ચા ના કપ:
અંબાણી હાઉસમાં જાપાનની સૌથી જુની ક્રોકરી બ્રાન્ડ નોરેટિક ઉપીયોગમાં લેવામાં આવે છે. નીતાજી આ જ બ્રાન્ડના કપમાં ચા પીવે છે, અને તેની બોર્ડર સોનાની બનેલી છે, જેની કિંમત 3 લાખ રૂપિયા છે. જો કે આ ક્રોકરી સેટ 50 નો હોય છે, માટે તેની કુલ કિંમત દોઢ કરોડ જેટલી થાય છે.

Image Source

4. મોંઘી બ્રાન્ડ્સના સેન્ડલ્સ:
નિતાજીની પાસે સેન્ડલ્સનો પણ ખુબ સારો ભંડાર છે. કહેવામાં આવે છે કે તે એકવાર સેન્ડલ પહેર્યા પછી બીજી વાર તેને ક્યારેય પણ નથી પહેરતી. તેના કલેક્શનમાં જિમ્મી ચૂ, પ્રાડા, ગાર્સીયા જેવી બ્રાન્ડના લાખો રૂપિયાના સેન્ડલ્સ અને જૂતા છે.

Image Source

5. જવેલરી:
નીતા અંબાણીને સાજ-શણગાર કરવાનો ખુબ જ શોખ છે. નીતા અંબાણી દરેક સમારોહમાં અલગ અલગ ઘરેણા પહેરે છે. માંગટીકાથી લઈને નાકની નથ સુધી નિતાજીની પાસે અનેક શાનદાર ઘરેણાઓ છે.

Image Source

6. મોંઘા હેન્ડ બેગ:
નિતાજીની પાસે લાખો થી લઇને કરોડો રૂપિયા સુધીના મોંઘા મોંઘા હેન્ડબેગ્સ છે. નિતાજીની પાસે ગોયાર્ડ, જિમ્મી ચૂ અને શનેલ બ્રાન્ડના હેન્ડબેગ્સ હોય છે. નિતાજીનીઆ હૅન્ડબૅગની શરૂઆતની કિંમત 3 થી 4 લાખ રૂપિયા છે. નિતાજીની પાસે હીરાજડિત હેન્ડબેગ્સ પણ છે જેની કિંમત 2.6 કરોડ જણાવવામાં આવી છે, જેમાં 18 કેરેટ ગોલ્ડના 240 હીરા જડેલા છે.

Image Source

7. લાખોની કિંમતની લિપસ્ટિક:
નિતાજીની પાસે લિપસ્ટિક પણ મોંઘી મોંઘી બ્રાન્ડની છે જેમાં સોના અને ચાંદીનો ઉપીયોગ કરવામાં આવે છે. મોટાભાગે નિતાજી કસ્ટમાઇઝડ લિપસ્ટિક જ ઉપીયોગમાં લે છે જેની કિંમત 40 લાખ જણાવવામાં આવી છે.નિતાજીને મોંઘી મોંઘી ઘડિયાળોનો પણ ખુબ જ શોખ છે. મોટાભાગે નિતાજી કેલ્વિન ક્લીન, રાડો, ગુચી, ફૉસિલ અને બુલ્ગારી જેવી બ્રાન્ડ્સની ઘડિયાળો પહેરે છે.

Image Source

8. લહેંગા કલેક્શન:
મીતાજીની લહેંગા પહેરવાનો પણ ખુબ જ શોખ છે. ઘણા સમારોહમાં નિતાજીને લહેંગા પહેરેલી જોવામાં આવી છે. નીતા અંબાણીના લહેંગા કે સાડીઓ મોટા મોટા ડિઝાઈનર દ્વારા જ ડિઝાઇન કરવામાં આવે છે.