અજબગજબ દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ

જ્યારે નીતા અંબાણીએ ગુસ્સામાં કાપી નાખ્યો હતો ધીરુભાઈ અંબાણીનો ફોન, પિતાના સમજાવવા ઉપર કરી હતી સારી રીતે વાત

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીની ગણતરી પણ આજે દુનિયાની નામચીન હસ્તીઓમાં થાય છે. પરંતુ 1985 પહેલા નીતા અંબાણીને કોઈ ઓળખતું પણ નહોતું. 1985માં નીતાએ મુકેશ અંબાણી સાથે લગ્ન કર્યા, બંનેના અરેન્જ મેરેજ હતા. લગ્ન પહેલા ધીરુભાઈ અંબાણીએ પહેલીવાર નીતા સાથે વાત કરી હતી. પરંતુ ઘણા લોકોને એ વાતની ખબર નહીં હોય કે એકવાર નીતા અંબાણીએ ધીરુબાઈ અંબાણી ઉપર ગુસ્સે થતા તેમનો ફોન કાપી નાખ્યો હતો. આ વાત બીજા કોઈએ નહીં પરંતુ નીતા અંબાણીએ જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવી હતી.

Image Source

આ સમગ્ર ઘટના 1984ની છે. ધીરુભાઈ અંબાણી પોતાની પત્ની કોકિલાબેન સાથે એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. ત્યારે તેમને સ્ટેજ ઉપર નીતાને ડાન્સ કરતા હોઈ હતી.

Image Source

કોકીલાબેનને નીતા ખુબ જ પસંદ આવી. કોકિલાબેને ઘરે આવી પોતાના પતિ ધીરુભાઈને જણાવ્યું કે તે નીતા સાથે મુકેશના લગ્નની વાત કરે. એ સમયે નીતા અંબાણી અભ્યાસ કરી રહી હતી. તેની પરીક્ષા પણ આવી રહી હતી. અને તેને લાગ્યું કે ધીરુભાઈ અંબાણીના નામ ઉપર તેને કોઈ હેરાન કરી રહ્યું છે અને તેના માટે થઈને તે ફોન પણ કાપી નાખતી હતી.

Image Source

બીજીવાર જયારે ધીરૂભાઇએ નીતાને ફોન કર્યો ત્યારે ધીરૂભાઇએ કહ્યું કે “હું ધીરુભાઈ બોલું છું.” ત્યારે ગુસ્સામાં રહેલી નીતાએ કહ્યું “હું એલિઝાબેથ ટેલર બોલું છું.” આટલું બોલીને નીતાએ ફરીવાર ફોન કાપી નાખ્યો હતો.

Image Source

જ્યારે ફરીવાર ફોન આવ્યો ત્યારે નીતાએ તેના પિતા રવીન્દ્રભાઈ દલાલને કહ્યું કે કોઈ આ રીતે ધીરુભાઈ અંબાણીનું નામ લઈને ફોન કરી રહ્યું છે. તમે હવે ફોન ઉઠાવો. રવીન્દ્રભાઈએ જયારે ફોન ઉઠાવ્યો અને તેમને હકીકતની જાણ થઇ કે તે ફોન ખરેખર ધીરુભાઈ અંબાણીનો જ હતો ત્યારે તેમને નીતાને સમજાવી અને કહ્યું કે આ રિલાયન્સના માલિક ધીરુભાઈ અંબાણીનો જ ફોન છે. તું સારી રીતે એમની સાથે વાત કર.

Image Source

છેલ્લે નીતા અંબાણીએ પણ ધીરુભાઈને ઓળખ્યા અને તેમની સાથે સારી રીતે વાત કરી. એ ધીરુભાઈ સાથેની તેની પહેલી જ વાત હતી અને થોડા સમયમાં જ તે ધીરુભાઈના ઘરની વહુ બની ગઈ અને મુકેશ અંબાણી સાથે લગ્ન કરી લીધા.