સિલ્ક સાડીમાં નીતા અંબાણીનો ઠાઠ, NMACC ની પહેલી એનિવર્સરી પર જોવા મળ્યો રોયલ લુક

ભાગલપુરી સિલ્ક સાડીમાં ચાંદ જેવા ચમક્યા નીતા અંબાણી, બેશકિંમતી નેકલેસમાં જોવા મળ્યો મહારાણી જેવો લુક

નીતા અંબાણીને કોઈ પરિચયની જરૂર નથી. દેશના અને એશિયાના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણીની પત્ની હોવા સાથે સાથે તેઓ એક સફળ બિઝનેસવુમન પણ છે. તાજેતરમાં જ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરને એક વર્ષ પૂર્ણ થયું હતુ અને આ ખાસ અવસર પર નીતા અંબાણીનો ખૂબ જ રોયલ લુક જોવા મળ્યો હતો.

આ દરમિયાન તેમણે જે પણ સાડી પહેરી અને તે સાથે જે હાર કેરી કર્યો તે સમાચારોમાં છે. જણાવી દઇએ કે, નીતા અંબાણીની સાડીનો બિહાર સાથે સંબંધ છે. વાસ્તવમાં આ ભાગલપુરી સિલ્ક છે. તેને તુષાર સ્લીક સાડી પણ કહેવાય છે. જેના પર સુઝાની એમ્બ્રોડરી થયેલી છે. નીતા અંબાણીની સાડીની સાથે સાથે ગ્રીન બ્લાઉઝ પણ ખૂબ જ સ્ટાઇલિશ અને રોયલ લુક આપી રહ્યો છે.

નીતા અંબાણીએ જે થ્રી લેયર નેકલેસ પહેર્યો હતો તેને ગુટ્ટાપુસાલૂ નેકપીસ કહેવામાં આવે છે. જેને મોતી અને રત્નોથી શણગારવામાં આવ્યો છે. નીતા અંબાણીની આ તસવીર પણ કેટલાક સમય પહેલાની છે. જ્યારે તે ગુલાબી મલબેરી સિલ્ક સાડીમાં જોવા મળ્યા હતા અને આ દરમિયાનનો પણ તેમનો લુક હંમેશની જેમ ખૂબ જ સુંદર હતો.

તેમણે આ સિલ્ક સાડી સાથે યોગ્ય જ્વેલરી પહેરી હતી. ચળકતી ઝરી અને લક્ઝુરિયસ મલબેરી સિલ્કથી વણાયેલી સાડીમાં નીતા અંબાણીનો આ લૂક પણ ખૂબ જ આકર્ષક છે. વિજય મૌર્ય, શગુન મૌર્ય અને તેમની ટીમને આ સાડી બનાવવામાં 40 દિવસ લાગ્યાં હતાં, જે નીતા અંબાણીએ મિસ વર્લ્ડ દરમિયાન પહેરી હતી.

આ સાડીને બનાવવામાં 45 દિવસનો સમય લાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે, NMACCએ એક વર્ષમાં વિશ્વમાં પોતાની ઓળખ બનાવી છે, 670 કલાકારોએ 700થી વધુ શો કર્યા છે. અહીં 10 લાખથી વધુ દર્શકો પહોંચ્યા હતા. એક વર્ષની અંદર જ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરે કલાની દુનિયામાં ઝંડો ફરકાવ્યો છે.

ત્યારે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરની વર્ષગાંઠ પર રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ નીતા અંબાણીના ભાષણે બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ સાથે ઈવેન્ટ દરમિયાન નીતા અંબાણીના રોયલ લુકએ પણ બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

Shah Jina