અજબગજબ જીવનશૈલી

કોઈ રાણીથી પણ કમ નથી નીતા અંબાણીની લાઈફ સ્ટાઇલ, શોખ જાણીને હેરાન રહી જશો

દુનિયાના ચોથા અને ભારતના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીનું જીવન પણ ખુબ જ વૈભવી છે. એક તરફ મુકેશ અંબાણી ખુબ જ સાદાઈથી જીવન વિતાવે છે તો સામે નીતા અંબાણીની લાઈફ સ્ટાઇલ કોઈ મહારાણી કરતા ઓછી નથી. તે હંમેશા પોતાની લાઈફ સ્ટાઇલને લઈને ચર્ચામાં રહે છે. તેના શોખ પણ ખુબ જ મોંઘા છે. નીતા અંબાણીના મોજ શોખ કોઈ સામાન્ય વ્યક્તિ તો વિચારી પણ ના શકે ચાલો જોઈએ નીતાના શોખ અને વૈભવી જીવન વિશે….

Image Source

1. ચાનો કપ:
નીતા અંબાણીએ જ એકવાર એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે જાપાનના સૌથી જુના ક્રોકરી બ્રાન્ડ નોરિટેકના કપમાં ચા પીવે છે. નોરિટેક ક્રોકરી 50 પીસના સેટમાં આવે છે. તેની ખાસ વાત એ છે કે તેમાં સોનાની બોર્ડર હોય છે અને તેની કિંમત 1.5 કરોડ રૂપિયા છે. એટલે કે એક કપની કિંમત થઇ 3 લાખ રૂપિયા.

Image Source

2. સૌથી મોંઘી હેન્ડબેગ:
નીતા અંબાણી હેન્ડબેગની પણ ખુબ જ શોખીન છે. તેની બેગની અંદર હીરા જડેલા હોય છે. નીતાના કલેક્શનમાં ચનેલ, ગોયાર્ડ અને જિમ્મી ચૂ કેરી રહેલા છે. આ દુનિયાની સૌથી મોંઘી બ્રાન્ડના હેન્ડબેગ છે. નીતા મોટાભાગે જ્યુડિથ લાઇબર ના ગૈનિશ ક્લચ સાથે જોવા મળે છે. આ નાના સાઈઝના ક્લચ ઉપર હીરા જડેલા છે. તેની કિંમત 3-4 લાખથી શરૂ થાય છે.

Image Source

3. લાખોના સેન્ડલ અને ચપ્પલ:
નીતા અંબાણી પાસે પેડ્રો, ગાર્સીયા, જિમ્મી ચૂ, પેલમોડા, મર્લિન બ્રાન્ડના ચપ્પલ અને સેન્ડલ છે. આ બધી જ બ્રાન્ડના ચપ્પલની શરૂઆત લાખો રૂપિયાથી થાય છે. નીતા અંબાણી વિશે કહેવામાં આવે છે તે એક ચપ્પલ કે સેન્ડલને ક્યારેય રિપીટ નથી કરતી.

Image Source

4. લક્ઝુરિયસ ઘડિયાળ:
નીતા અંબાણી ઘડિયાળની પણ ખુબ જ શોખીન છે. તે મોટાભાગે બુલ્ગારી, કાર્ટિયર, રાડો, ગુચી, કેલ્વિન કેલિન અને ફોસિલ જેવી બ્રાન્ડની ઘડિયાળ પહેરે છે. આ બધી જ બ્રાન્ડની ઘડિયાળની કિંમત પણ લખો રૂપિયા છે.

Image Source

5. ઘરેણાની છે શોખીન:
નીતા અંબાણીને ઘરેણાંનો ખુબ જ શોખ છે. તે પોતાના પારિવારિક પ્રસંગોમાં આ ઘરેણાં પહેરે છે. તે કરોડો રૂપિયાના ઘરેણાં પહેરેલી જોવા મળે છે.

Image Source

6. મોંઘી સાડીઓની શોખીન:
નીતા અંબાણીને મોંઘી સાડીઓનો પણ ખુબ જ શોખ છે. તેમની સાડીની અંદર હીરા અને સોનુ પણ જડેલું હોય છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે પોતાના દીકરાની સગાઈમાં તેને જે સાડી પહેરી હતી તેની કિંમત 40 લાખ રૂપિયા હતી.

Image Source

7. લાખોની લિપ્સસ્ટીક:
એક અંગ્રેજી વેબસાઈટ પ્રમાણે નીતા અંબાણી સૌથી મોંઘી કસ્ટમાઈજ્ડ લિપ્સસ્ટીકનો ઉપયોગ કરે છે. તેનું લિપ્સસ્ટીક કલેક્શન લગભગ 40 લાખનું છે.

Image Source

8. પોતાનું પ્રાઇવેટ જેટ:
નીતા અંબાણી પાસે પોતાનું પ્રાઇવેટ જેટ છે. લગભગ 100 કરોડનું આ જેટ મુકેશ અંબાણીએ તેને વર્ષ 2007માં ગિફ્ટ કર્યું હતું. આ પ્રાઇવેટ જેટની અંદર ફાઈવ સ્ટાર હોટેલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.