42 લાખ રૂપિયાનું પાણી જોયું કોઈ દિવસ? જાણો શું છે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા મેસેજનું સત્ય
ભારતના અને એશિયાના સૌથી ધનવાન પરિવાર એવા મુકેશ અંબાણીની લાઈફ સ્ટાઇલથી તો આપણે પરિચિત છીએ જ. મુકેશ અંબાણી તો સાદાઈ ભરેલ જોવા મળે છે, પરંતુ તેમના પત્ની નીતા અંબાણીના શોખ પણ કોઈથી છુપા નથી, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક તસવીર વાયરલ થઇ રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે નીતા અંબાણી દુનિયાનું સૌથી મોંઘુ પાણી પીવે છે.
જાણકારી પ્રમાણે એક્વા ડી ક્રિસ્ટલો ટ્રિબ્યુટ એ મોડીગ્લીઆનીની બોટલમાં નીતા અંબાણી પાણી પીવે છે. 750 એમએલના આ પાણીની કિંમત 42 લાખ રૂપિયા છે. આ પાણીની અંદર 5 ગ્રામ સોનાની ભસ્મ પણ ભેળવવામાં આવે છે જે માણસના શરીર માટે ખુબ જ લાભકારક માનવામાં આવે છે.
સૌ પ્રથમ વાત કરીએ એક્વા ડી ક્રિસ્ટેલો ટ્રિબ્યુટ એ મોડિગ્લિઆનીની તો 6 જુલાઇ 2021ના રોજ પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ આ કંપનીની પાણીની કિંમત લગભગ 44.5 લાખ રૂપિયા છે. 2010માં સૌથી મોંઘી પાણીની બોટલ માટે આ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું. 24 કેરેટ સોનાની બોટલમાં 750 મિલી પાણી સીલ કરવામાં આવે છે.
હવે વાત કરીએ વાયરલ તસવીરની. તેનું સત્ય જાણવા માટે ગૂગલના રિવર્સ ઈમેજ ટૂલની મદદ લેવામાં આવી હતી. આ ટૂલ દ્વારા સર્ચ કર્યા બાદ જાણવા મળ્યું કે આ નીતા અંબાણીની અસલી તસવીર નથી. તેને ફોટોશોપ કરીને વાયરલ કરવામાં આવી રહી છે. મૂળ તસવીરમાં નીતા અંબાણી પ્લાસ્ટિકની બોટલમાં પાણી પી રહ્યાં છે.
સોશિયલ મીડિયા પર નીતા અંબાણીની વાયરલ થયેલી તસવીર નકલી છે. તસવીર સાથે 42 લાખ રૂપિયાના પીવાના પાણીનો દાવો ખોટો છે. મૂળ તસવીરમાં તે પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીતી જોવા મળે છે. તેની તસવીર ફોટોશોપ કરવામાં આવી છે અને બીજી બોટલ બતાવવામાં આવી છે. હા. 42 લાખ રૂપિયાનું પાણી છે એ વાત સાચી છે. પરંતુ વાયરલ તસવીરમાં નીતા અંબાણી 42 લાખ રૂપિયાનું પાણી પી રહ્યા નથી.