જીવનશૈલી

નીતા અંબાણીની પાસે 2.6 કરોડ રૂપિયાની હેન્ડબેગ જેમાં 240 હીરા લાગ્યા છે અને ચા નો ભાવ તો અધધધ

દેશના સૌથી અમીર ઉધોગપતિ મુકેશ અંબાણીના પત્ની અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. નીતા અંબાણી ક્યારેક તેના લુકના કારણે, તો કયારેક તેની લાઈફ સ્ટાઇલના કારણે તો ક્યારેક તેના ડાન્સના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ નીતા અંબાણીની એક તસ્વીર સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. આ વાયરલ થયેલી તસ્વીરમાં નીતા અંબાણીની બેગની કીંમત જાણીને જ આચંકો આવી જશે.

નીતા અંબાણીની વાયરલ થયેલી તસ્વીરમાં તેના હાથમાં રહેલું બેગ હર્મિસ હિમાલય બિક્રીન બૈગ છે. જેમાં 240 હીરા લગાડવામાં આવ્યા છે. જેની કિંમત આશરે 2.6 કરોડ બતાવવામાં આવી રહી છે. નીતા અંબાણીના આ બેગની કિંમતની ચર્ચા સોશિયલ મીડિયામાં થઇ રહી છે.

નીતા અંબાણીની આ વાયરલ તસ્વીરમાં તે કરીના કપૂર ખાન અને કરિશ્મા કપૂર સાથે નજરે ચડે છે. આ તસ્વીરમાં નીતા અંબાણીની બેગે બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ તસ્વીરમાં જોઈ શકો છો કે નીતા અંબાણી સફેદ ડ્રેસમાં નજરે આવી રહી છે.

ક્રિસ્ટીઝ ડોટ કોમના રિપોર્ટ મુજબ, હર્મિસ હિમાલય બિક્રીન બૈગને હેન્ડબેગ કલેક્શનમાં સૌથી સારી માનવામાં આવે છે. જેમાં 18 કેરેટના ગોલ્ડ હાર્ડવેર પર 240 હીરા લગાવવામાં આવ્યા છે. 2017માં આ જેવું જ હિમાલય ક્રોકોડાઈલ ડાયમંડ સ્ટાઇલ બેગ ક્રિસ્ટીઝની હરાજીમાં 2.6 કરોડ રૂપિયામાં વેચાયું હતું. તે સમયે દાવો કરવામાં આવ્યો હતો કે, તે બેગ દુનિયાનું સૌધી મોંઘુ બેગ છે.

 

View this post on Instagram

 

Sheer Simplicity✨

A post shared by Ambanians (@ambanians) on

ક્રિસ્ટીસ ડોટ કોમના રિપોર્ટ મુજબ, હિમાલય બિક્રીનને નેઇલ મગરની ત્વચાથી બનાવવામ આવે છે. બિક્રીન બૈગ મશહૂર એકટર સિંગર જેન બિક્રીનના નામ પરથી રાખવામાં આવ્યું છે. બિક્રીન બૈગ તેની કિંમત અને સેલિબ્રિટી ઓનર માટે જાણીતું છે.
નીતા અંબાણીની લાઈફ સ્ટાઇલની વાત કરવામાં આવે તો નીતા અંબાણીની સવારની ચાની કિંમત 3 લાખ રૂપિયા છે.