વાહ… સલામ છે વડોદરાની આ યુવતીને જે દીકરીઓની 1 કરોડ સુધીની સ્કૂલ ફી ભરશે, હજારો દીકરીઓને ભણવા માટે મળશે પ્રોત્સાહન

ગરીબ દીકરીઓની 1 કરોડ ફી ભરશે વડોદરાની આ યુવતી, આખી સ્ટોરી વાંચીને તમે પણ સલામ કરશો

આજે શિક્ષણ મોંઘુ થતું જઈ રહ્યું છે, ત્યારે આજે પણ આપણે ત્યાં ઘા પરિવારો એવા છે જે દીકરીઓને ભણાવતા નથી. અને તેને ઘરકામ તરફ જ વાળે છે,

તેની પાછળ ઘણીવાર જૂની અને સંકુચિત વિચારધારા જવાબદાર હોય છે તો ઘણીવાર આર્થિક સંકળામણ, પરંતુ વડોદરાની નિશિતા રાજપૂત નામની યુવતીએ દીકરીઓને ભણાવવાનું બીડું ઝડપ્યું છે અને આ નવા શૈક્ષણિક વર્ષમાં 1 કરોડ રૂપિયા સહાય કરવાનો પણ લક્ષ્યાંક રાખ્યો છે.

નિશિતા રાજપૂત છેલ્લા 10 વર્ષથી સમાજ સેવામાં અગ્રેસર છે. તેમને 151 દીકરીઓને શિક્ષણ મળી રહે તે માટે થઈને 10 વર્ષ પહેલા બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાન અંતર્ગત ફી ભરી અને પોતાની યાત્રા આરંભી હતી

અને આજ સુધી તેમને 34500થી પણ વધારે દીકરીઓની 3 કરોડ 80 લાખ જેટલી ફી ભરી અને તેમને શિક્ષણ આપવામાં મદદરૂપ થયા છે.

તો આ  બાબતે સામાજિક કાર્યકર નિશિતા રાજપૂત જણાવે છે કે “ગત વર્ષે કોરોના મહામારીમાં 55 લાખ ફી ભરવામાં મદદ કરવામાં આવી હતી.કોરોનાની મહામારીમાં મધ્યમ અને ગરીબ વર્ષના અનેક પરિવારોની હાલત અત્યંત કફોડી થઇ ગઇ છે.

મધ્યમ વર્ષના અનેક પરિવારોના આધાર સ્તંભ નોકરી-રોજગારી ગુમાવી ચૂક્યા છે. ગરીબોને મદદ કરવા અનેક સંસ્થાઓ આગળ આવતી હોય છે. મધ્યમ વર્ગના પરિવારની હાલત કફોડી થઇ જતી હોય છે. તેવા સંજોગોમાં તેમના સંતાનોને અભ્યાસ કરાવવો પણ તેમના માટે મુશ્કેલ બનતો હોય છે. આવા પરિવારોની દિકરીઓની સ્કૂલ ફી માટે મદદરૂપ બનવાનુ અભિયાન હાથ પર લીધુ છે.”

આ વર્ષે પણ નિશિતાનો 1 કરોડની ફી ભરવાનો લક્ષ્યાંક છે. નિશિતા જણાવે છે કે, “દાતાઓ રૂ.1000નો એકાઉન્ટ પેઇ ચેક મેળવીને સ્કૂલમાં જમા કરાવું છું. જે દાતાઓ ચેક આપે છે તેમને વિદ્યાર્થીઓના ફોટો, રિઝલ્ટની ઝેરોક્ષ, તેના માતાપિતાની વિગત, ચેકની ઝેરોક્ષ સંપૂર્ણ માહિતી પહોંચતી કરવામાં આવે છે. જેથી દાતાને ખ્યાલ આવે કે તેઓ કઇ દિકરીને ભણાવે છેે.”

આ ઉપરાંત કોરોના મહામારીના કારણે ચાલી રહેલા ઓનલાઇન શિક્ષણ માટે પણ દીકરીઓને મોબાઈલ ફોન પણ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીનીઓના ખાતામાં 5 હજારની ફિક્સ ડિપોઝીટ પણ મુકવામાં આવી હતી.

Niraj Patel