ખબર ફિલ્મી દુનિયા

બોલીવુડના આ દિગ્ગ્જનું અચાનક નિધન થતા ચાહકો શોકમાં, બીમારી વિશે જાણીને નવાઈ લાગશે

છેલ્લા કેટલાય સમયથી બોલીવુડના માથે જાણે એક મોટું સંકટ આવીને ઉભું હોય તેમ લાગે છે. બોલીવુડમાંથી એક પછી એક દિગ્ગજો દુનિયામાંથી વિદાય લઇ રહ્યા છે ત્યારે હાલમાં જ ડાયરેક્ટર નિશિકાંત કામતના નિધનના સમાચાર આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી તેમની સ્થિતિ નાજુક હતી. તે હૈદરાબાદના Asian Institute of Gastroenterologyમાં ભરતી હતા. એવી પણ માહિતી મળી રહી છે કે તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ ગંભીર છતાં સ્થિર હતી.

Image Source

નિશીકાંતના મૃત્યુની ખાતરી હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે. AIG હોસ્પિટલ દ્વારા નિવેદન આપીને કહેવામાં આવ્યું છે કે “નિર્દેશક નિશિકાંત કામત આજે 16:24 કલાકે નિધન થયું છે. છેલ્લા બે વર્ષથી તે લીવર સિરોસિસથી પીડિત હતા.”

નિશિકાંત કામતના નિધન ઉપર અભિનેતા અજય દેવગને પણ શોક વ્યક્ત કર્યો છે. અજયે તેમની સાથે ફિલ્મ દૃશ્યમમાં કામ કર્યું હતું.

છેલ્લા કેટલાક દિવસથી નિશીકાંતના નિધનની ખબર આવી રહી હતી. જેના કારણે અભિનેતા રિતેશ દેશમુખ અને ડાયરેક્ટર મિલાપ ઝવેરીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે “તે હજુ જીવિત છે અને ક્રિટિકલ હાલતમાં છે.” પરંતુ હાલમાં જ તે દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા છે.

Image Source

નિશીકાંત કામતે દૃશ્યમ, મદારી, મુંબઈ મેરી જાન, સહીત બોલીવુડની ઘણી જ શાનદાર ફિલ્મોમાં નિર્દેશન કર્યું હતું. નિશિકાંત કામત એક નિર્દેશક ઉપરાંત એક સારા કલાકાર પણ હતા. તેમને જોન ઈબ્રાહીમની ફિલ્મ રોકી હેન્ડસમમાં નેગેટિવ રોલ પણ ભજવીને પ્રસંશા મેળવી હતી. આ ઉપરાંત નિશીકાંતે ડેડી, જુલી 2 અને ભાવેશ જોશીમાં પણ અભિનય કર્યો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.