મનોરંજન

આ ટીવી અભિનેત્રીને બે વાર થઇ આ ભયંકર બીમારી, પતિએ ઈલાજ કરાવવા માટે માંગી લોકો પાસે મદદ

નાના પડદા ઉપર ધારાવાહિકમાં અભિનય કરી રહેલી અભિનેત્રી નિશી સિંહ ભાદલી છેલ્લા બે વર્ષથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહી છે. તેને કેટલીક ધારાવાહિકોમાં કામ કરીને લોકોનું દિલ જીતી લીધું હતું. તેને “હિટલર દીદી, કુબૂલ હે, ઈશ્કબાજ” જેવા ઘણા શોમાં કામ કર્યું છે.

Image Source

દવાઓ ઉપર થવા વાળા ખર્ચ બાદ હવે પરિસ્થિતિ એવી થઇ ગઈ છે કે પરિવારને આર્થિક મદદ માટે કહેવું પડ્યું છે. નિશી સિંહને લકવો થઇ ગયો છે. હવે તેના પતિ અભિનેતા અને લેખક સંજય સિંહ ભાદલીએ પોતાની પત્નીના ઈલાજ માટે મદદની અપીલ કરી છે.

Image Source

પત્નીના ઈલાજ અને દવાઓના મોટા બિલના કારણે બધી જ બચત પણ વપરાઈ ગઈ છે. અને ઘર પણ ગીરવે મૂકી દેવામાં આવ્યું છે. હવે સંજયે ઈલાજ માટે લોકો પાસે મદદ મંગાવી પડી રહી છે.

Image Source

નિશી અને સંજયના બે બાળકો છે. 19 વર્ષનો દીકરો જે દિલ્હીમાં પોતાના નાના-નાની સાથે રહે છે. અને 16 વર્ષની દીકરી જે તેમની સાથે રહે છે. સંજય નીશીનું ધ્યાન રાખવામાં નવું કામ પણ નથી મેળવી રહ્યા જેના કારણે પરિસ્થિતિ વધારે ખરાબ બની રહી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.