મનોરંજન

નિસર્ગ વાવાઝોડાને લીધે સલમાનના ફાર્મહાઉસ પર ધબધબાટી બોલાવી, ગર્લફ્રેન્ડ યૂલિયાએ તસવીર શેર કરી- જુઓ

કોરોના વાયરસની મહામારી બાદ ગત દિવસોમાં મહારાષ્ટ્રના ઘણા હિસ્સાઓમાં નિસર્ગ તોફાને તબાહી મચાવી દીધી હતી. જેની ઘણી તસ્વીરો અને વિડીયો સોશીયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. નિસર્ગ તોફાનથી ઘણું નુકસાન થયું છે. નિસર્ગ તોફાનને કારણે મુંબઈની ઘણી જગ્યાઓ પર તબાહી મચાવી છે. લોકો પ્રાથમિક જરૂરિયાત પાણી અને વીજળી જેવી સુવિધાઓ માટે તડપી રહ્યા છે. તો આ તોફાનને કારણે બૉલીવુડ એક્ટર સલમાન ખાને પનવેલ સ્થિત ફાર્મહાઉસ પર પણ તબાહી મચાવી છે. હાલમાં જ સલમાન ખાન પનવેલના ફાર્મ હાઉસથી ઘણી ચોંકાવનારી તસ્વીર અને વિડીયો સામે આવી છે.

Image source

યુલિયા વંતૂરે તાજેતરના તોફાન બાદ સલમાન ખાનના ફાર્મહાઉસની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. યુલિયા વંતુર લોકડાઉન દરમિયાન સલમાન ખાનના ફાર્મહાઉસમાં રોકાઈ રહી છે. આ તસવીરો યુલિયા દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી અને કેટલાક ફોટા અને વીડિયો પર શેર કરવામાં આવી છે. નિસર્ગ તોફાનની તબાહી સાફ જોઈ શકાય છે.

Image source

યુલિયા વંતુર દ્વારા શેર કરેલા ચિત્રો અને વિડિઓઝ ત્યાં ભારે પવન છે … જોરદાર વરસાદ … તૂટેલા ઝાડ અને વિનાશના અનેક પુરાવા જોવામાં આવી રહ્યા છે. આ તસ્વીર નિસર્ગ તોફાન શાંત થયા બાદની છે. આ તસ્વીર ઘણી ચોંકાવનારી છે.

 

View this post on Instagram

 

A post shared by Iulia Vantur (@vanturiulia) on

સલમાન ખાને શુક્રવારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આમાં તે પોતાનું ફાર્મહાઉસ સાફ કરી રહ્યું છે. બીજા કેટલાક લોકો તેમની સાથે સ્વચ્છતા પણ કરી રહ્યા છે અને યુલિયા વંતુર પણ સફાઇ કરતાં જોવા મળી રહ્યા છે. ફાર્મહાઉસમાં પાણી અને પાંદડા દેખાય છે, જે દરેક દ્વારા સાફ કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.