ખબર

રાહુલ ગાંધી પર ભડકી વિત્તમંત્રી નિર્મલા સીતારમણ, કહ્યું- ડ્રાંમેબાજ, મજૂરોનો સમય બરબાદ કર્યો

પીએમ મોદીના 20 લાખ કરોડના પૈકેજ પર વિત્ત મંત્રી નિર્મલા સીતારમણએ પ્રેસ કોન્ફ્રેંસના દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ડ્રાંમેબાજ કહ્યા છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ મજૂરોની સાથે બેસીને, તેઓની સાથે વાત કરીને તેઓનો સમય બરબાદ કર્યો છે. તેમણે મજૂરોની સાથે સામાન ઊંચકીને તેઓંની સાથે પગપાળા જવાની જરૂર હતી. રાજ્યોની જ્યાં કોંગ્રેસ સરકાર છે તેને શા માટે નથી કહેતા કે વધુ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવે અને મજૂરોને ઘરે લાવવા માવે. સોનિયા ગાંધીને કહું છું કે પલાયન કરી રહેલા મજૂરોના મુદ્દાની જવાબદારી સાથે ડીલ કરવી જોઈએ.

Image Source

વિત્ત મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદીજીએ પ્રવાસીઓને જ્યા છે ત્યાં જ રહેવા માટેની અપીલ કરી હતી. આ સિવાય તેઓના ભોજન અને રહેવાની વ્યવસ્થા કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. અને રાજ્યની સરકારો પણ સહિયોગ કરવાની કોશિશ કરી રહ્યા છે. રેલવેએ પ્રવાસીઓ માટે ટ્રેનોની વ્યવસ્થા કરવા માટે રાજ્ય સરકારને કહેવામાં આવ્યું છે. એ જોઈને ખુબ દુઃખ થઇ રહ્યું છે કે પ્રવાસી મજૂરો પગપાળા ચાલીને પોતાના ઘરે જઈ રહ્યા છે તેના પર રાજનીતિ થઈ રહી છે.

Image Source

પ્રેસ કોંફ્રેન્સના દરમિયાન સીતારમણે કહ્યું કે કોંગ્રેસ સાથે જોડાયેલા મુદ્દા તમે ઉઠાવ્યા છે તો જવાબ આપવા માંગીશ. કેમ જ્યા પર કોંગ્રેસ કે તેની સહિયોગી દળોની સરકારો છે તેઓ રેલવેથી વધારે ટ્રેનો મગાવીને પ્રવાસીઓને ઘરે નથી પહોંચાડતી. આવું ન કરીને જયારે લોકો પગપાળા ચાલીને જઈ રહ્યા તો તેઓંની સાથે વાત કરવા કરતા બેસ્ટ છે કે તેઓનો સમાન ઊંચકીને તેની સાથે ચાલે.

Image Source

સીતારામણે કહ્યું કે, તે અમને ડ્રાંમેબાજ કહે છે. હું તેમના જ શબ્દોને લઈને કહુ છું કે કાલે જે કંઈપણ થયું, મજૂરોને પકડીને તેઓની સાથે વાત કરવાનો આ સમય છે ખરો! શું તે ડ્રામેબાજ નથી! પ્રવાસી મજૂરોના મુદ્દા પર અમારે સાથે બેસીને વિચારણા કરવી જોઈએ. હું સોનિયા ગાંધીજીને હાથ જોડીને માંગણી કરું છું કે અમારી સાથે વાત કરે અને પ્રવાસી મજૂરોના પ્રતિ જવાબદારીઓને સમજે.

જુઓ વિડીયો…

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.