નરાધમ શિક્ષક મહેશ પટેલે 14 વર્ષની સગીરા સાથે અવાર નવાર આવુ કૃત્ય આચર્યું, હવે કોર્ટે ફટકારી ખતરનાક સજા રુંવાડા ઉભા થઇ જશે
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓ અને યુવતીઓ સાથે દુષ્કર્મ થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ઘણા એવા નરાધમો હોય છે જે નાની બાળકીઓ અને કિશોરીઓ સાથે પણ દુષ્કર્મ આચરતા હોય છે. તો ઘણીવાર શિક્ષણ જગતને પણ શર્મસાર કરતી ઘટનાઓ સામે આવતી હોય છે, જેમાં લંપટ શિક્ષકો તેમની જ વિદ્યાર્થીનીઓ સાથે છેડછાડ, અડપલાં અને દુષ્કર્મ આચરતા હોય છે, ત્યારે હાલ એવા જ એક મામલામાં એક શિક્ષકને કોર્ટે આકરી સજા ફટકારી છે.
ખેડા જિલ્લામાં આવેલા કપડવંજ તાલુકાના નિરમાલી ગામની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય મહેશભાઈ શીવાભાઈ પટેલ જે છેલ્લા 22 વર્ષથી ગામની જ પ્રાથમિક શાળામાં નોકરી કરે છે તેમને વર્ષ 2020માં ઓગસ્ટ મહિનાની 27મી તારીખે ગામની સિમ નજીકથી પોતાની ગાડી લઈને પસાર થતા હતા ત્યારે તેમના હાથ નીચે જ ધોરણ 1થી 7 ભણી ચુકેલી 14 વર્ષની કિશોરીને પોતાની હવસનો શિકાર બનાવી હતી.
આ કિશોરી ત્યાંથી થોડે દૂર જ તેના માતા પિતા સાથે એક ઝૂંપડામાં રહેતી હતી, જેના કારણે શિક્ષકે તેને ગાડીમાં બેસાડી ઘરે મૂકી જવા કહ્યું. કિશોરીને પોતાના ગુરુ જેવા શિક્ષક ઉપર વિશ્વાસ આવતા તે ગાડીમાં બેસી ગઈ હતી. જેના બાદ વાસનાના ભૂખ્યા આ શિક્ષકે કિશોરીને તેમની અલ્ટો ગાડીમાં બેસાડી જાફરીયાવાળા તુવેરના ખેતરમાં લઇ જઈને કિશોરીની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે અત્યાચાર ગુજાર્યો હતો.
આવું એકવાર નહિ શિક્ષકે અનેકવાર કર્યું હતું, અને સાથે જ કિશોરીને એવી ધમકી પણ આપી હતી કે જો તે આ વાત કોઈને કરશે તો તેને જાનથી મારી નાખશે. ત્યારે આ મામલે કિશોરીએ પોતાની માતાને વાત કરી હતી, જેના બાદ તેની માતાએ આ બાબતની ફરિયાદ કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આ મામલે પોલીસે પણ આ ઘટનાની ગંભીરતા સમજતા વિવિધ કલમો અને ખાસ પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધીને આરોપી મહેશ પટેલની અટકાયત કરી નડિયાદ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
ત્યારે હવે આ મામલે આજે ચુકાદો આપતા ન્યાયાધીશ પી.પી. પુરોહિત સામે સરકારી વકીલ જી.વી. ઠાકુરે રજૂ કરેલા 35 જેટલા દસ્તાવેજી પુરાવા ઉપરાંત 12 સાહેદોના મૌખિક પુરાવા રજૂ કરી અને દલીલોના આધારે નડિયાદ કોર્ટે આરોપી મહેશ પટેલને વિવિધ કલમો હેઠળ કસૂરવાર ઠેરવી 20 વર્ષની આકરી કેદ તેમજ અલગ અલગ કલમોના કુલ રૂપિયા 6 લાખ 30 હજારનો દંડ પણ ફટકાર્યો. ઉપરાંત પીડિત પરિવારને 4 લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવા પણ હુકમ કરવામાં આવ્યો છે.