નાણામંત્રી નિર્મલા સીતારમણનો સામાન્ય ગૃહિણીની જેમ શાકભાજી ખરીદવા નીકળી, શાક વેચવાવાળી મહિલા બોલી- તેમણે પૂરા પૈસા…

દેશમાં મંદી નથી એવું કહેનારા ફાયનાન્સ મિનિસ્ટર નીકળ્યા શાકભાજી લેવા, જુઓ વીડિયોમાં પછી શું શું થયું

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે સામાન્ય ગૃહિણીની જેમ માર્કેટમાં શાકભાજી ખરીદતી જોવા મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો ચેન્નાઈના માયલાપુર માર્કેટનો છે. આ વીડિયો શનિવાર રાતનો જણાવવામાં આવી રહ્યો છે. નિર્મલા સીતારમણની ઓફિસના ટ્વિટર હેન્ડલ પરથી આ વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં તે પોતે શાકભાજી ખરીદતતા જોવા મળી રહ્યા હતા.

આ દરમિયાન તેમણે ત્યાં આવતા લોકો અને શાકભાજી વેચતા લોકો સાથે પણ વાતચીત કરી હતી. નાણામંત્રી શનિવારે ચેન્નાઈની મુલાકાતે હતા. એવું નથી કે નાણામંત્રી એકલા બજારમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે સુરક્ષાકર્મીઓ પણ હાજર હતા. આ સિવાય કેટલાક સ્થાનિક લોકો પણ તેમની સાથે હતા, જે સતત લોકોને શુભેચ્છા પાઠવતા જોવા મળે છે. કદાચ નાણામંત્રી મોંઘવારીનું જાતે નિરીક્ષણ કરવા આવ્યા હતા. નિર્મલા સીતારમણ માયલાપુરના કપાલેશ્વર મંદિરમાં દર્શન કરવા ગયા હતા.

પરંતુ 56 વર્ષીય એમ.પદ્મા માટે આ મુલાકાત કાયમ માટે યાદગાર બની ગઈ. પદ્મા મંદિરની બાજુમાં આવેલી શાક માર્કેટમાં શાકભાજી વેચવાનું કામ કરે છે. એવું કહી શકાય કે નિર્મલા સીતારમણ પદ્માની અત્યાર સુધીની સૌથી વધુ વીઆઈપી મુલાકાતી રહી છે, જેઓ તેમની દુકાને પહોંચીને ખરીદી કરી હતી અને કોઈપણ ડિસ્કાઉન્ટ વગર પૂરા પૈસા પણ ચૂકવ્યા હતા. પદ્માએ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, તે લગભગ સાંજે 7.30 વાગ્યે અહીં આવ્યા હતા. આ દરમિયાન તેમની સાથે અન્ય કોઈ વ્યક્તિ હાજર ન હતી.

કેન્દ્રીય મંત્રી સ્ટોલ પર પહોંચ્યા અને કહ્યું કે તે શાકભાજી ખરીદવા માંગે છે. પદ્માએ કહ્યું કે તે પીડી કરુણાઈ (હાથીના પગની રતાળ/સુરન) ખરીદવા માંગે છે. પદ્માની પુત્રી સુગન્યા મુરુગેસને કહ્યું, “તેણે 2 કિલોની પીડી કરુણાઈ ખરીદી અને કેરાઈ (પાલક) લેવા માટે બીજી દુકાન પર ગઈ.” સુગન્યા મુરુગેસને તાજેતરમાં જ તેનું એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું છે. હવે તે તેની માતાને મદદ કરી રહી છે.જ્યારે સુગન્યાને પૂછવામાં આવ્યું કે શું તેને કોઈ પ્રકારનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે? તો સુગન્યાએ કહ્યું, ‘બિલકુલ નહીં, તેમણે પૂરા પૈસા આપ્યા. 200 રૂપિયા.

Shah Jina