નિર્મલા સીતારમણની દીકરીએ ફર્યા સાત ફેરા, સિંપલ સમારોહમાં થયા લગ્ન, સંતોએ આપ્યા આશીર્વાદ

નાણામંત્રી નિર્મલા સીતારમણની દીકરીના થયા લગ્ન, તસવીરો આવી સામે, એક પણ VIP ન દેખાયા, જુઓ ફોટાઓ

Nirmala Sitharaman Daughter Wedding: નિર્મલા સીતારમણની પુત્રી પરકલા વાંગમયીના બેંગ્લોરના ઘરે સિંપલ સમારોહમાં લગ્ન થયા. લગ્ન સમારોહની તસવીર સામે આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે પરકલા વાંગમયીએ ઘરે સાદા સમારંભમાં લગ્ન કર્યા હતા, જેમાં ફક્ત પરિવારના સભ્યો અને મિત્રો જ હાજર રહ્યા હતા. લગ્ન સમારોહમાં રાજકીય હસ્તીઓ જોવા મળી ન હતી. પરકલા વાંગમયીના પતિનું નામ પ્રતિક છે. પુત્રીના લગ્ન બ્રાહ્મણ પરંપરા મુજબ અને ઉડુપી અદામારુ મઠના સંતોના આશીર્વાદ સાથે થયા હતા.

નાણામંત્રીની પુત્રીના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે, જેમાં વૈદિક મંત્રોચ્ચાર સંભળાય છે. ઘણા યુઝર્સ આ સિંપલ લગ્ન સમારોહના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે ટ્વીટ કર્યું, “કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની પુત્રીના ગઈકાલે બેંગલુરુમાં લગ્ન થયા. આ સમાચાર ટીવી કે પ્રિન્ટ મીડિયામાં નહોતા. તે સાદું જીવન જીવવાનું અને રાષ્ટ્ર પ્રથમ સિદ્ધાંતો સાથે કામ કરવાનું ઉદાહરણ છે.” પરકલા વાંગમયી વ્યવસાયે મલ્ટીમીડિયા પત્રકાર છે.

તેણે નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટી, બોસ્ટન, મેસેચ્યુસેટ્સમાંથી પત્રકારત્વમાં માસ્ટર ઓફ સાયન્સ કર્યું છે. તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં BM અને MA કર્યું છે. તેણે લાઈવ મિન્ટ, ધ વોઈસ ઓફ ફેશન અને ધ હિન્દુ જેવી સંસ્થાઓ સાથે કામ કર્યું છે.આ પ્રસંગે કન્યાએ ગુલાબી સાડી અને લીલા રંગનું બ્લાઉઝ પહેર્યું હતું. જ્યારે વરરાજાએ સફેદ રંગના પંચા અને શાલ પહેરી હતી. નિર્મલા સીતારમણે આ ખાસ દિવસે મોલાકલમરુ સાડી પહેરી હતી.

નિર્મલા સીતારમણના પતિ રાજકીય અર્થશાસ્ત્રી છે, જેઓ કોમ્યુનિકેશન્સ કન્સલ્ટન્ટ રહી ચૂક્યા છે. તેમણે જુલાઈ 2014 અને જૂન 2018 વચ્ચે આંધ્ર પ્રદેશ સરકારમાં કેબિનેટ રેન્ક પણ સંભાળ્યો હતો. નિર્મલા સીતારમણની પુત્રીના લગ્ન પીએમ નરેન્દ્ર મોદીના મુખ્ય સહયોગી પ્રતિક દોષી સાથે થયા છે. લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક બ્રાહ્મણો વૈદિક મંત્રોચ્ચાર સાથે પરકલા વાંગમયી અને પ્રતિકના લગ્ન કરાવી રહ્યા છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ નજીકમાં ઉભા છે. નિર્મલા સીતારમણના જમાઈ પ્રતીક દોષી શું કરે છે, તો જણાવી દઇએ કે, તે મૂળ ગુજરાતના છે અને વડાપ્રધાન કાર્યાલયમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે કામ કરે છે. જ્યારે પીએમ મોદી પહેલીવાર વડાપ્રધાન બન્યા ત્યારે તેઓ વર્ષ 2014માં દિલ્હી ગયા હતા. જૂન 2019માં તેમને જોઈન્ટ સેક્રેટરીના પદ પર બઢતી આપવામાં આવી હતી. દોશી સિંગાપોર મેનેજમેન્ટ સ્કૂલના સ્નાતક છે.

તેઓ અગાઉ મોદીના ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં સંશોધન સહાયક તરીકે કામ કરી ચૂક્યા છે. પીએમઓની વેબસાઈટ અનુસાર, તે પીએમઓની રિસર્ચ એન્ડ સ્ટ્રેટેજી વિંગમાં કામ કરે છે. તેમની ભૂમિકા પીએમને ભારત સરકાર (બિઝનેસ અલોકેશન) નિયમો, 1961ના સંદર્ભમાં સચિવ સહાય પૂરી પાડવાની છે, જેમાં સંશોધન અને વ્યૂહરચનાનો સમાવેશ થાય છે પરંતુ તે પૂરતો મર્યાદિત નથી. દોશીને પીએમ મોદીની ‘આંખ અને કાન’ ગણી શકાય.

Shah Jina