નાણામંત્રી નિર્મલા સિતારમણે આજે દેશનું કેન્દ્રીય બજેટ સંસદમાં રજૂ કર્યુ અને તેની શરૂઆતની મિનિટોમાં જ વેક્સિનને લઇને એક મોટું નિવેદન આપ્યુ. તેમણે કહ્યુ કે, અસર સમગ્ર દુનિયાભરમાં થઇ છે અને ભારતે રક્ષણ મેળવવા મોટા મોટા પગલા લીધા છે. તેમણે કહ્યુ, વેક્સિનેશન માટે આ બજેટમાં 35000 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે.

બજેટની શરૂઆતમાં કહ્યુ, આ બજેટનો પહેલો હિસ્સો હેલ્થ અને વેલબીંગ છે. અમે બચાવ, સારવાર અને વેલ બીઇંગ પર ફોકસ કરવા ઇચ્છીએ છીએ. 64,180 કરોડ રૂપિયાના બજેટ સાથે આત્મનિર્ભર ભારત યોજના શરૂ થશે. આ બજેટ નવી બિમારીઓની સારવાર માટે પણ છે. 70 હજાર ગામડાઓમાં સુખાકારી કેન્દ્રને આનાથી મદદ મળશે. 602 જિલ્લાઓમાં ક્રિટીકલકેર હોસ્પિટલ શરૂ થશે. નેશનલ સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલને શરૂ કરવામાં આવશે

નાણામંત્રીએ કહ્યુ, સરકારે સ્વાસ્થ્ય અને હેલ્થ માટે 94 હજાર કરોડ રૂપિયાથી વધારીને 2.38 લાખ કરોડ કર્યુ છે અને આનાથી દેશના લોકોને સારી સુવિધાઓ આપવામાં આવશે. ઇન્ટીગ્રેશન હેલ્થ ઇન્ફોર્મેશન પોર્ટલ શરૂ કરવામાં આવશે જેનાથી પબ્લિક હેલ્થ લેબને કનેક્ટ કરી શકાય. 15 હેલ્થ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર શરૂ કરવામાં આવશે. 9 બાયો સેફટી લેવલ 3 લેબ શરૂ થશે.

નાણામંત્રી નિર્મલા સિતારમણે કહ્યુ કે, અમે 100 કે તેનાથી વધુ બીજા દેશના લોકો માટે કોવિડ વિરુદ્ધ સુરક્ષા ઓફર કરાઇ, PMએ વૈજ્ઞાનિકોને શ્રેય આપવા માટે આ ટીકાકરણ અભિયાનની શરૂઆત કરાઇ. ઇતિહાસમાં આ ક્ષણ નવા યુગની શરૂઆત છે. ભારત સાચા અર્થમાં સંભાવનાઓ અને ઉમ્મીદોની ધરતી બનવા માટે તૈયાર છે. આ ઉપરાંત તેમણે કહ્યુ, વર્ષ 2020-21માં સરકારે 4.21 લાખ કરોડ વાયર્યા હતા અને આ વર્ષ 2021-22માં સરકારે 4.39 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાનું લક્ષ્ય છે. આ વખતે સ્વાસ્થ્ય ક્ષેત્રનું બજેટ 94 હજાર કરોડથી વધારીને 2.38 લાખ કરોડ કરવામાં આવ્યુ છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણ દરમિયાન કહ્યુ કે, 2021-22નું આ બજેટ 6 સ્તંભો પર નિર્ભર છે. સ્વાસ્થ્ય અને કલ્યાણ, શારિરીક અને નાણાકીય મૂડી તેમજ માળખાગત સુવિધા, ભારત માટે સમાવિષ્ટ વિકાસ, માનવ મૂડીમાં નવા જીવનનો સંચાર, નવીનતા અને સંશોધન તેમજ વિકાસ, ન્યુનતમ સરકાર અને મહત્તમ શાસન..