વેરાન જમીન પર વાવ્યા છોડ, આજે આખું ભરાઈ ગયું ખેતર, વર્ષની 35 લાખ થઇ રહી છે કમાણી

યુવા ખેડૂતે વેરાન જમીનમાં 10 વર્ષ પહેલા વાવ્યા હતા ઓર્ગેનિક આ વસ્તુ, આજે દરેક વર્ષ કમાઈ રહ્યા છે 35 લાખ રૂપિયા

ભારત દેશ ખેતી પ્રધાન દેશ માનવામાં આવે છે. દેશમાં મોટાભાગના લોકો ખેતી કામ દ્વારા જ પોતાની આજીવિકા પુરી કરે છે. જો કે ખેતી કામમાં પણ ઘણી વસ્તુઓની આવશ્યક્તા રહે છે જેમાં સૌથી ખાસ છે ભરપૂર પાણી. જો પાણીની કમી હોય તો ખેતરમાં પાક સારી રીતે બનતો નથી. જો કે તમને જણાવી દઈએ કે એવા પણ ઘણા પાક છે કે જે ઊંચા તાપમાન અને પાણીની કમીમાં પણ સારી રીતે ઉગી શકે છે, એવો જ પાક છે ખજૂર(ખારેક).

ગરમી શરૂ થતા જ બજારમાં ખારેક(ખજૂર)નું વેંચાણ થતું જોવા મળે છે. જ્યાં તાપમાન વધુ હોય અને પાણીની તંગી હોય એવી વેરાન જમીનમાં ખજૂરની ઓર્ગેનિક ખેતી થઇ શકે છે. આવો જ વિચાર મૂળ ગુજરાતના પાટણ જિલ્લાના રહેનારા ખેડૂત નિર્મલ સિંહ વાઘેલાને આવ્યો અને તેમણે વેરાન જમીનમાં 10 વર્ષ પહેલા ખજૂરના છોડ વાવ્યા હતા અને આજે તેના દ્વારા વર્ષની 35 લાખ રૂપિયાની કમાણી થઇ રહી છે. નિર્મલ સિંહે જણાવ્યું કે તેમણે 10 વર્ષ પહેલા કચ્છ માંથી ખજૂરના છોડ લાવીને પોતાની વેરાન પડેલી જમીનમાં વાવ્યા હતા.

નિર્મલે ખજૂરના સારા પાકના ઉત્પાદન માટે  ઓર્ગેનિક બનાવવા છોડ પર ઘણા પ્રકારના પ્રયોગો પણ કર્યા હતા, જેના દ્વારા આજે તેના છોડમાં મોટી માત્રામાં ખજૂરની ઉપજ થઇ રહી છે.તેણે છોડને માત્ર ગૌમૂત્ર અને  છાણના મિશ્રણથી તૈયાર કરેલું ઓર્ગેનિક ખાતર જ આપ્યું હતું જેને લીધે છોડનો ખુબ ઝડપી વિકાસ થયો હતો અને ફળની મીઠાશ પણ ખુબ સારી બની હતી.

નિર્મલ દરેક વર્ષે પાટણ, રાધનપુર, ચાણસ્મા સહિત આસપાસના શહેરમાં ખજૂરની વહેંચણી કરે છે. સામાન્ય રીતે ખજૂરની કિંમત 80 થી 100 રૂપિયા પ્રતિ કિલો હોય છે પણ ઓર્ગેનિક ખજુર  250 થી 400 રૂપિયામાં વહેંચાય છે.ઓર્ગેનિક ખજુરની ડિમાન્ડ અમદાવાદ અને મુંબઈ જેવા શહેરોમાં વધુ રહે છે. નિર્મલના ખેતરમાં સાત હજાર નર અને આઠ હજાર માદા ખજૂરના છોડ છે.દરેક છોડમાંથી 70 થી 80 કિલો જેટલા ખજૂરની ઉપજ થાય છે.

છોડમાં આવેલા ખજૂરના બીજને પ્લાસ્ટિકની થેલીથી કવર કરવામાં આવે છે જેથી બહારના વાતાવરણની અસર તેના પર ન પડે અને આ યુક્તિ કીડા-મકોડાથી પણ બચાવે છે. નિર્મલના ખેતરમાં 25 જેટલા મજૂરો કામ કરે છે. જણાવી દઈએ કે ખજુરની ખેતી માટે વિશેષ જમીનની જરૂર નથી તે વેરાન જમીનમાં પણ થઇ શકે છે. ખજૂરના છોડની વચ્ચે 6 થી 8 મીટરનું અંતર રાખવામાં આવે છે અને એક છોડને તૈયાર થવામાં 8 વર્ષ જેટલો સમય લાગે છે. જેના પછી જ છોડમાંથી ફળ ઉત્પન્ન થવાનું શરૂ થાય છે. સિંચાઈ માટે ડ્રિપ ઇરીગેશન ટેક્નિકનો ઉપીયોગ કરવામાં આવે છે.બરહી, ખૂનેજી, હિલ્લાવી, જામલી, ખરદાવી ખજૂરની મુખ્ય જાત છે.

Krishna Patel