ધિક્કાર છે સાલાઓ ને, લોકોની આંખોની સામે નિર્દોષ યુવતીની હત્યા થઇ અને લોકો બસ જોતા રહ્યા, ધિક્કાર છે

ગત 12 ફેબ્રુઆરીના રોજ સુરતમાં બનેલા ગુજરાતના સૌથી ચકચારી કેસ ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડના પડઘા સમગ્ર જગ્યાએ સાંભળવા મળી રહ્યા છે. ગ્રીષ્માની જાહેરમાં જ તેના પરિવાર અને અનેક લોકોની સામે ગળુ કાપી હત્યા કરી દેવામાં આવી હતી અને ત્યાં ઊભેલા લોકો ગ્રીષ્માની આ હત્યા પોતાના મોબાઇલમાં કેદ કરી રહ્યા હતા. ત્યારે આ ઘટનાને લઇને ઘણા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે યૂટયૂબ પર નાનકડા ટેણિયા નિર્મલ દેસાઇએ પોસ્ટ કર્યો છે. આ વીડિયો હાલ ઘણો જ ચર્ચામાં છે અને ખૂબ વાયરલ પણ થઇ રહ્યો છે.

ગ્રીષ્મા વેકરીયાની હત્યાને લઇને આ નાનકડા ટેણિયા નિર્મલ દેસાઇનો વિડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીયો સાંભળીને તમારામાં ચોક્કસ હિંમત આવી જશે..સુરતમાં પસોદરામાં બનેલા ગ્રીષ્મા હત્યા કાંડમાં વાયરલ થયેલા વિડિયોની અંદર આપણે જોયુ હતુ કે હત્યા દરમિયાન ઘણા લોકો આસપાસ ઊભેલા હોય છે. પરંતુ કોઇ ગ્રીષ્માને બચાવવા જતુ નથી. ત્યારે આ ટેણિયો જે બોલ્યો છે તે સાંભળીને નજરે જોનારા લોકોને તો ચોક્કસથી શરમ આવી જશે.

જણાવી દઇએ કે, આ ટેણીયાનું નામ નિર્મલ દેસાઈ છે, અને તે અવાર-નવાર યુટયુબ પર વીડિયો બનાવતો રહે છે. ત્યારે હાલ તેણે સુરતની અંદર બનેલી ગ્રીષ્માની હત્યા બાબતે પોતાનો રોષ પ્રગટ કર્યો છે. ઉત્તર ગુજરાતના આ નાનકડા માલધારી ટેણિયાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. આ ટેણીયો કહે છે કે, મિત્રો બહુ દુઃખ સાથે કહેવું પડી રહ્યુ છે કે, બહેન ગ્રીષ્મનો હત્યારો જયારે બહેન ગ્રીષ્માનું ગળું કાપી રહ્યો હતો ત્યારે લોકો બાયલાની જેમ ઊભા જોઈ રહ્યા હતા. તેણે કહ્યુ કે, હદ તો ત્યારે થઇ કે જયારે ગ્રીષ્માની હત્યા થઈ રહી હતી ત્યારે લોકો બાયલાની જેમ વીડિયો બનાવી રહ્યા હતા.

તેમજ આ નિર્મલ નામનો ટેનિયો આગળ બોલે છે કે, ધિક્કાર છે સાલાઓ ને, લોકોની આંખોની સામે નિર્દોષ યુવતીની હત્યા થઇ અને લોકો બસ જોતા રહ્યા, ધિક્કાર છે આવા લોકોને કે જે લોકો પોતાની આંખોની સામે દીકરી સાથે અત્યાચાર થતો જોઇ રહ્યા હતા, ધરતી પરનો ભાર છો તમે લોકો, તે વધુમાં જણાવે છે કે, ઢાંકણીની અંદર પાણી લઈને ડૂબી મરવું જોઈએ તેણે વધુમાં જણાવ્યું હતું કે, બસ એટલું જ કહું છું કે, બહુ થયું હવે, આવા બાયલા બનાવે તેવી શિક્ષણ નીતિની જરૂર નથી, હવે જરૂર છે સિંહ નિર્માણ કરવા ભારતીય શિક્ષણની. તમને જણાવી દઈએ કે નિર્મલ નો આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર અત્યારે ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

Shah Jina