દિલધડક સ્ટોરી નારી વિશે પ્રેરણાત્મક

નિરમા વોશિંગ પાવડરના પેકેટ પર આ સફેદ ફ્રોકવાળી બાળકી યાદ છે?? એના વિશે જાણીને તમારી પણ આંખોમાં આવી જશે આંસુ…

આપણે આજકાલ ટેલિવીઝન ઓછું જોઈએ છીએ અને લેપટોપમાં કે મોબાઈલ ફોનમાં સિરિયલ, ફિલ્મો વધુ જોઈએ છીએ. પરંતુ જયારે 90નો દાયકો હતો એ સમયે ટીવી વધુ જોવાતા હતા. ટીવી પર આવતી જાહેરાતો પણ જોવાતી હતી. અને આ જાહેરાતોના ગીતો પણ આપણને યાદ રહી જતા હતા. એમાં જ એક જાહેરાત એટલે નિરમા વોશિંગ પાવડરની જાહેરાત, અને તેનું ગીત ‘વોશિંગ પાઉડર નિરમા’ જે આજે પણ દરેકને યાદ છે.

પણ શું તમે જાણો છો નિરમાના પેકેટ પર જે છોકરીનું ચિત્ર બનેલું હોય છે તે કોણ છે? આજે અમે તમને આ જ નિરમા ગર્લની કહાની જણાવીશું.નિરમા વોશિંગ પાઉડરની શરૂઆત 1969માં ગુજરાતના કરસનભાઈએ કરી હતી. નિરમાના પેકેટ પર જે છોકરી નજરમાં આવે છે તે બીજું કોઈ નહિ પણ ખુદ કરસનભાઈની દીકરી ‘નિરુપમા’ છે. કરસનભાઈ પ્રેમથી પોતાની દીકરીને નિરમા કહેતા હતા. કરસનભાઈ એક ક્ષણ પણ પોતાની દીકરીને પોતાની આંખોથી દૂર કરતા ન હતા. પણ કદાચ ભગવાનને કઈક જુદું જ મંજુર હતું.

Image Source

નિરુપમા એક દિવસ ક્યાંય જઈ રહી હતી અને તેનું અકસ્માત થઇ ગયું, આ દુર્ઘટનામાં નિરુપમાનું નિધન થઇ ગયું. કરસનભાઈ પોતાની દીકરીના મૃત્યુથી તૂટી ગયા. તે હમેંશા ઇચ્છતા હતા કે પોતાની દીકરી મોટી થઈને ખુબ નામના મેળવે અને આખી દુનિયા તેને ઓળખે, પણ તેવું ન થઇ શક્યું.

એવામાં કરસનભાઈએ નિર્ણય લીધો કે તે પોતાની દીકરીને હંમેશા માટે અમર કરી દેશે. તેમણે નિરમા વોશિંગ પાઉડરની શરૂઆત કરી અને પેકેટ પર નિરમાની જ તસ્વીર લગાવાનું શરૂ કર્યું. ત્રણ વર્ષ એક અનોખા વોશિંગ પાઉડરનો ફોર્મ્યુલા કર્યો અને પાઉડરનું વેચાણ શરૂ કરી. પણ આ વચ્ચે કરસનભાઈએ પોતાની સરકારી નોકરી પણ છોડી દીધી. તે પોતાની સાઇકલથી ઓફિસ જતા હતા અને રસ્તામાં લોકોના ઘરોમાં નિરમા વોશિંગ પાઉડર વેચતા હતા.

જો કે તે સમયે બજારમાં સર્ફએક્સલ જેવા અન્ય પાઉડર પણ આવી ચુક્યા હતા. જેની કિંમત 15 રૂપિયા પ્રતિ કિલો હતી જ્યારે કરસનભાઈ નિરમા પાવડર માત્ર 3.5 રૂપિયા પ્રતિ કિલો જ વેચતા હતા. આસપાસના સામાન્ય લોકોને નિરમા એક સારો વિકલ્પ લાગી રહ્યો હતો, એવામાં નિરમાનું વેચાણ વધી ગયું.

Image Source

નિરમા બનાવવાથી લઈને વેચતા સુધીનું બધું જ કામ કરસનભાઈ પોતાની જાતે જ કરતા હતા. એવામાં તેને લાગ્યું કે આ સારો સમય છે નોકરી છોડવા માટે. ત્યાં સુધીમાં માત્ર ગુજરાત જ નહીં પણ આખા ભારતમાં નિરમા પોતાની ઓળખ બનાવી ચૂક્યું હતું. કરસનભાઈએ હવે નિરમા માટે મોટી ટિમ બનાવી જે આસપાસના દુકાનદારોને પાઉડર વેચવાનું કામ કરતી હતી.

પરંતુ હવે સમસ્યાઓ શરુ થઇ ગઈ હતી. કરસનભાઈ ઘણા લોકોને ઉધાર પર માલ આપતા હતા, પરંતુ જયારે પણ કોઈ પાવડરના પૈસા લેવા માટે દુકાનદાર પાસે જાય ત્યારે દુકાનદાર એક મોટું બહાનું બતાવી દેતા હતા. આટલું જ નહિ, પાવડરના બચેલા પેકેટ પણ પાછા આપી દેતા હતા. કરસનભાઈ આ વાતથી ખૂબ જ દુઃખી થયા, તેમને પોતાની ટીમની મિટિંગ બોલાવીને બધાને જ કહી દીધું કે બજારમાં જેટલા પણ નિરમાના પાઉડર છે એ બધા જ પાછા લઇ આવો.

ટીમને કઈ પણ સમજ આવી રહ્યું ન હતું, પરંતુ તેમને કરસનભાઈ પર વિશ્વાસ હતો. એટલે બધાએ જ એવું કે જે કરસનભાઈએ કહ્યું હતું. ટીમને એવું લાગી રહ્યું હતું કે હવે કદાચ નિરમા બંધ થઇ જશે પરંતુ કરસનભાઈએ કઈંક જુદું જ વિચાર્યું હતું. એ સમયે બજારમાં ટીવી આવી ચુક્યા હતા, તેમને નિર્ણય કર્યો કે હવે સમય છે કે પૈસા જાહેરાતોમાં રોકવામાં આવે. ત્યારે નિરમાની જાહેરાત ટીવી પર આવવા લાગી.

Image Source

ટીવી પર જેવું પહેલી વાર જાહેરાતનું ગીત ‘વોશિંગ પાઉડર નિરમા’ સાંભળ્યું તો લોકોનું ધ્યાન એ તરફ ગયું. જાહેરાત ટીવી પર આવ્યા પછી પાવડરની માંગ વધવા લાગી. ‘વોશિંગ પાઉડર નિરમા’ દરેક લોકોના મોઢે ચઢી ગયું. હવે દરેક નાની-મોટી દુકાનો પર નિરમા પાવડર વેચવા લાગ્યો હતો. અને આ વખતે કરસનભાઈએ નક્કી કર્યું હતું કે એક પણ રૂપિયો ઉધારીમાં આ પાવડર નહિ આપવામાં આવે.

એવામાં કરસનભાઈનો આ ફોર્મ્યુલો હિટ થઇ ગયો અને સાથે જ તેની દીકરી નિરુપમાને અમર કરી દેવાનું સપનું પણ પૂરું થઇ ગયું. આજે પણ નિરમા વોશિંગ પાઉડર સાંભળતા જ આપણા મગજમાં એક તસ્વીર આવી જાય છે, જે તસ્વીર જ કરસનભાઈનું સપનું હતું.