ખબર

જાણો નિર્ભયાના દોષીઓને ફાંસી અપાવનાર એક મહિલા વકીલની વાર્તા, પહેલા જ કેસમાં જીતી લીધું દિલ

સાત વર્ષની લાંબી રાહ જોયા પછી આખરે નિર્ભયાને ન્યાય મળી ચુક્યો છે. 20 માર્ચ 2020ના રોજ સવારે 5:30 વાગ્યે નિર્ભયાના ચારેય દોષીઓને ફાંસી આપવામાં આવી. આ સાથે જ, આખા દેશમાં આ ન્યાયને લઈને એક સંતોષ અને આનંદનું વાતાવરણ છે.

Image Source

આખો દેશ અત્યારે દેશની એ દીકરીનો આભાર માની રહ્યો છે જેણે 2012થી આજ સુધી નિર્ભયા માટે ચાલેલી આ લડતમાં અડગ રહી હતી અને નિર્ભયાને ન્યાય અપાવવા માટે દરેક કાનૂની દાવપેચ અપનાવ્યા હતા. ચાલો જાણીએ કે નિર્ભયા માટે આ લાંબી લડત લડનાર વકીલ સીમા કુશવાહા કોણ છે.

Image Source

મૂળ ઉત્તર પ્રદેશની રહેવાસી સીમા કુશવાહાએ દિલ્હી યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે. વર્ષ 2012માં જ્યારે નિર્ભયા સાથે એ હૃદયદ્રાવક ઘટના બની ત્યારે સીમા કોર્ટમાં ટ્રેનિંગ કરી રહી હતી. આ ઘટનાના સમાચાર મળતા જ સીમાએ નિર્ભયા માટે મફત કેસ લડવાની જાહેરાત કરી. તેમની વકીલાત કારકિર્દીનો આ પહેલો કેસ હતો, જે તેણે પૂર્ણ જોમ સાથે લડ્યો અને આખરે એમાં જીતી પણ મેળવી.

Image Source

તે પછીથી આજ સુધી નિર્ભયાને ન્યાય અપાવવા તે ડટીને ઉભી રહી. સીમા નીચલી અદાલતથી લઈને સુપ્રીમ કોર્ટમાં દરેક સુનાવણીમાં નિર્ભયા માટેની દલીલો રજૂ કરતી રહી. આ સાત વર્ષોમાં, ફક્ત કોર્ટ જ નહીં, પણ કોર્ટની બહાર પણ સીમા નિર્ભયાના માતાપિતાનો સાથ આપતી જોવા મળી હતી.

Image Source

2014માં, સીમા જ્યોતિ લીગલ ટ્રસ્ટમાં પણ જોડાઈ, જે બળાત્કાર પીડિતો માટે મફત કેસ લડે છે અને તેમને કાનૂની સલાહ આપે છે. સીમા અસલમાં વકીલ નહીં પણ આઈએએસ અધિકારી બનવા માંગતી હતી. તે યુપીએસસીની પરીક્ષા આપવાની સંપૂર્ણ તૈયારી પણ કરી ચુકી હતી, પણ નસીબને તેમના માટે વકીલાતનો વ્યવસાય જ મંજૂર હતો.

Image Source

સીમા હાલમાં સુપ્રીમ કોર્ટમાં પ્રેકટીસ એડવોકેટ છે. તે કહે છે કે નિર્ભયાનો કેસ લડવો તેમના માટે પણ એક મોટો પડકાર હતો. આ લડત દરમિયાન, નિર્ભયાના પરિવાર સાથે અને ખાસ કરીને તેની માતા સાથે તેમનો એક ભાવનાત્મક સંબંધ બની ગયો છે.

Image Source

નિર્ભયાની માતા આશા દેવી સીમાને એટલી જ માને છે. ફાંસી બાદ તેમણે સૌ પ્રથમ વકીલ સીમાનો જ આભાર માન્યો. તેમણે કહ્યું કે સીમા વિના આ સફર પુરી કરવી શક્ય ન હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.