ખબર

નિર્ભયાના દોષીઓને 22 જાન્યુઆરીએ સવારે 7 વાગ્યે ફાંસીના માંચડે લટકાવશે- 7 વર્ષે આવ્યો ઐતિહાસિક ચુકાદો

પટિયાલા હાઉસ કોર્ટે મંગળવારે નિર્ભયાના ચારેય ગુનેગારો માટે ડેથ વોરંટ જારી કર્યું છે. દોષિત અક્ષય, પવન, મુકેશ અને વિનય પાસે ડેથ વોરંટ સામે હાઇકોર્ટમાં અપીલ કરવા માટે 14 દિવસનો સમય છે.
જો અપીલ નહીં કરે તો તેમને ફાંસી આપવામાં આવશે. વીડિયો કોન્ફરન્સિંગની સુનાવણી દરમિયાન ન્યાયાધીશે દોષિતોને પૂછ્યું કે જેલ પ્રશાસને તમને નોટિસ આપી છે? બધાએ કહ્યું કે અમને નોટિસ આપવામાં આવી છે.

નિર્ભયા ગેંગરેપ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટે ચારેય દોષિતોનું ડેથ વોરન્ટ જાહેર કરી દીધું છે. ચારેય આરોપીઓને 22 જાન્યુઆરીએ સવારે 7.00 વાગે ફાંસી આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે,તિહાર-પ્રશાસને ફાંસીની દરેક તૈયારી પૂરી કરી લીધી છે. ચારેય દોષિતોને એક સાથે ફાંસી પર લટકાવવા માટે તિહાર જેલમાં રૂ. 25 લાખના ખર્ચે એક નવું ફાંસી ઘર બનાવવામાં આવ્યું છે. તિહાર-પ્રશાસને પહેલાં જ સ્પષ્ટ કરી દીધું છે કે, ચારેય દોષિતોને એક સાથે જ ફાંસી પર લટકાવવામાં આવશે.

નિર્ભયા કેસના આરોપીઓને સજા મળતા તેની માતાએ કહ્યું: “4 ગુનેગારોને ફાંસી આપવાથી દેશની મહિલા સશક્તિકરણ થશે. આ નિર્ણયથી ન્યાયિક પ્રણાલી પર લોકોનો વિશ્વાસ મજબૂત થશે.”
લાખો કેસ પેન્ડિંગમાં પડેલા હોવા છતાં પણ આજે આ દેશના નાગરિકોને ન્યાય પાલિકા ઉપર વિશ્વાસ છે,
એટલે જ તો નિર્ભયા કેસના આરોપીઓને મોડે મોડે પણ સજા મળી!!

Author: GujjuRocks Team