ખબર

નિર્ભયાની માએ શા માટે કહ્યું – સારું છે મારી દીકરી જીવિત નથી…

16 ડિસેમ્બર 2012ની રાતે દિલ્હીમાં ચાલી બસમાં અંદર એક છોકરી સાથે ગેંગરેપ થયો અને પછી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તે મૃત્યુ પામી. આ કેસમાં છ લોકોની ધરપકડ થઇ. એકે જેલમાં જ આત્મહત્યા કરી તો એક સગીર હતો, જેથી હવે દિલ્હીની કોર્ટે બાકી ચાર દોષિતોને ફાંસીની સજા સંભળાવી, જે પછી હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ તેમની આ સજાને યથાવત રાખી.

Image Source

આ ઘટનાને સાત વર્ષ વીતી ગયા પણ હજુ સુધી નિર્ભયાના બળાત્કારીઓને ફાંસી નથી અપાઈ. નિર્ભયાનો પરિવાર ગુનેગારોને ફાંસી આપવા માટે સાત વર્ષથી રાહ જોઈ રહ્યો છે. આ લાંબી લડાઇમાં, નિર્ભયાની માતાએ જે જોયું છે, જે ભોગવ્યું છે, એ વિશે તેમને આજતકમાં જણાવ્યું. તેમને કહ્યું કે સારું છે કે તેમની દીકરી હવે આ દુનિયામાં નથી.

આખી વાત વિસ્તારથી જણાવતા નિર્ભયાની માતાએ કહ્યું, ‘રેપ બે અક્ષરનો એક નાનો શબ્દ છે. પરંતુ એની પાછળની અસર સમજો કે એના પરિવાર પર શું વીતતી હશે. એ છોકરી પર શું વીતતી હશે. 2012માં એકવાર તેના પર બળાત્કાર થઇ ગયો, પરંતુ આજે પણ અમારે બધે જ સાબિત કરવું પડે છે કે બળાત્કાર થયો છે. તેનાથી ઘણો ફરક પડે છે. ખાસ કરીને તે પરિવાર પર. જ્યારે હું કોર્ટમાં ઉભી હોઉં છું, દોષિતો મારી સામે ઉભા હોય છે. તેમના વકીલો મારી સામે હોય છે. તેથી મને લાગે છે કે આજે મારી દીકરી આ દુનિયામાં નથી, તો ખૂબ સારું છે, કારણ કે હું રોજ તૂટુ છું, રોજ મરું છું.

Image Source

તો સૌથી પહેલા હું એમ કહેવા માંગુ છું કે તમે તમારું ઘર બદલો, તમે તમારી દીકરીઓને સુરક્ષિત રાખો. કારણ કે આપણે ઉભા નહીં થઈએ ત્યાં સુધી કોઈ આપણો સાથ નહિ આપે. કારણ કે આજે પણ જો છોકરીને કંઇક થાય છે, તો તે પહેલા તેનું સ્કૂલે જવાનું બંધ કરાવશે, બહાર નીકળવાનું બંધ કરાવશે. પરંતુ, ખાસ કરીને જેની સાથે આવું થાય છે, તે કુટુંબને, તે છોકરીને સૌથી મહત્વપૂર્ણ છે કે તમે સમર્થન આપો, તમે રિપોર્ટ લખાવો. ઓછામાં ઓછું ગુનેગાર જેલમાં તો હોવા જોઈએ. હું બધાને અપીલ કરું છું કે નિર્ભયાના ચાર દોષીઓને વહેલી તકે ફાંસી અપાવવા પ્રયાસ કરજો.’

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.