ખબર

હૈદરાબાદ ગેંગરેપ કેસના આરોપીઓનું એન્કાઉન્ટર થતા, નિર્ભયાની માએ કહ્યું: “હું 7 વર્ષથી ન્યાય માટે લડી રહી છું, આજે જે થયું તે….”

આજે સવારે જ એક મહત્વના સમાચાર આવતા દેશનો આક્રોશ થોડો સમ્યો હતો. ડૉ. પ્રિયંકા રેડ્ડી સાથે સામુહિક બળાત્કાર કરી તેને જીવતી સળગાવી દેવાના કેસમાં પકડાયેલા ચારેય આરોપીઓને પોલીસે એન્કાઉન્ટર કરીને ઠાર માર્યા હતા. ત્યારે ઘણા લોકો પોલીસની આ કામગીરીની પ્રશંશા કરી રહ્યા છે.

આ દરમિયાન 16 ડિસેમ્બર 2012માં નિર્ભયા સાથે પણ આવી જ ઘટના બની હતી, તેના આરોપીઓને પણ પોલીસે પકડી લીધા હતા જેમાંથી એક આરોપીએતો જેલમાં જ આત્મહત્યા કરી લીધી હતી અને બીજો એક આરોપી નાબાલિક હોવાના કારણે સજાથી બચી ગયો હતો બાકીના આરોપીઓ ઉપર આરોપ મંજુર થઇ ગયા હોવા છતાં પણ ઘટનાને 7 વર્ષ વીત્યા પછી હજુ સુધી તેમને કોઈ સજા આપવામાં નથી આવી ત્યારે આજની ઘટના બાદ નિર્ભયાની મા પણ કેમેરા સામે આવીને પોતાના આક્રોશ સાથે એન્કાઉન્ટર વિશે પણ વાત કરી હતી.

નિર્ભયાની મા આશાદેવીએ કહ્યું હતું કે “આ એન્કાઉન્ટર એકદમ યોગ્ય છે. આરોપીઓ આજ લાયક હતા, કારણ કે તેમને પોતનો અપરાધ કાબુલી પણ લીધો હતો. ” વધુમાં તેમને એમ પણ જણાવ્યું હતું કે “હૈદરાબાદ પોલીસની દરિયાદિલીની તે પ્રસંશા કરે છે, તેમનો તે આભાર વ્યક્ત કરે છે.આરોપીઓની અંદર એટલો અપરાધ ભરાયેલો હતો કે તે પોલીસ કસ્ટડીમાંથી ભાગવા માંગતા હતા, પરંતુ આજે પરિવારને ન્યાય મળ્યો, હું પણ સાત વર્ષથી સંઘર્ષ કરી રહી છું, પરંતુ આજસુધી નિર્ભયાના આરોપીઓને ફાંસી નથી મળી.”

નિર્ભયાની મેઈ એમ પણ કહ્યું કે “સાત વર્ષમાં જે ઘણું મીઠું દિલ ઉપર પડેલું હતું તેને આજે સંતોષ મળ્યો છે કારણ કે એક દીકરીને ન્યાય મળ્યો છે. હું સાત વર્ષથી એજ જણાવી રહી છું કે અપરાધીઓને કાનૂન તોડીને પણ સજા આપો અને આવું જ કરવું પડશે, આ પ્રકારના નિર્ણયથી જ આવા દુષ્કર્મીઓમાં ભય જન્મવા લાગશે.”

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.