દિલ્લીમાં થયેલા નિર્ભયા કાંડના ચાર આરોપીને ફાંસીની સજા કરવામાં આવી છે. આ ચાર આરોપીઓ દ્વારા રાષ્ટ્રપતિને દયા અરજી કરવામાં ના આવતા આ ચારેય આરોપીની ફાંસીની સજા કાયમ રાખવામાં આવી છે. પરંતુ હૈદરાબાદમાં લેડી ડોક્ટર પર ગેંગરેપ અને હત્યા બાદ દેશમાં ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે નિર્ભયા કાંડના ચાર આરોપીને જલ્દીથી જલ્દી ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.

દેશની સૌથી સુરક્ષિત જેલ તિહાડ જેલમાં નિર્ભયા કાંડના ચાર આરોપીઓ બંધ છે. આ આરોપીઓને ફાંસી દેવાની માંગ દિવસે-દિવસે વધતી જાય છે. તિહાડ જેલમાં પણ ફાંસીને લઈને ચર્ચા ચાલી રહી છે. પરંતુ સમસ્યા એ છે કે, તેના માટે કોઈ જલ્લાદ નથી.
તિહાડ જેલમાં છેલ્લે અફઝલ ગુરુને ફાંસી આપવામાં આવી હતી. અફઝલ ગુરુને ફાંસી આપવા માટે જલ્લાદને મેરઠથી બોલવામાં આવ્યો હતો. અફઝલ ગુરુને 2001માં થયેલા સંસદના હુમલામાં દોષી ઠેરવવામાં આવ્યો હતો. જે બાદ અફઝલને સુપ્રીમ કોર્ટ દ્વારા ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.

43 વર્ષીય અફઝલ ગુરુને 9 ફેબ્રુઆરી 2013ના રોજ તિહાડ જેલમાં કારાગાર નંબર 3માં ફાંસીએ લટકાવવામાં આવ્યો હતો. અફઝલને ફાંસી દેનારનું નામ આજ દિવસ સુધી ગુપ્ત રાખવામાં આવ્યું છે. અફઝલને જયારે ફાંસી આપવામાં આવી તે જેલમાં લગભગ 20 વર્ષ બાદ ફાંસી આપવામાં આવી હતી. આ પહેલા તિહાડ જેલમાં 1989માં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના હત્યારાઓને ફાંસી પર લટકાવવામાં આવ્યા હતા. ઇન્દિરા ગાંધીના હત્યારાઓને ફાંસી કાલુ અને ફકીરા નામના જલ્લાદે આપી હતી.

જણાવી દઈએ કે, તિહાડ જેલમાં કોઈ કાયમી જલ્લાદ નથી. ત્યારે નિર્ભયાકાંડના આરોપીઓને કોણ ફાંસી આપશે તેનું નામ જાણવા લોકોના ઉત્સુકતા વધી ગઈ છે. જોઈ શકાય છે કે, જેવી રીતે દરરોજ બળાત્કારના કેસ વધી ગયા હોય નિર્ભયા કાંડના આરોપીને જલ્દીથી જલ્દી ફાંસીના માચડે લટકાવી શકાય છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, તિહાડ જેલ પ્રશાસન દ્વારા કોને જલ્લાદ તરીકે કોની પસંદગી કરે છે ?
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.