નિર્ભયા મામલે વારંવાર નવા-નવા ડેથ વોરંટ જાહેર કરવામાં આવે છે. હાલમાં જ ત્રીજી વાર ડેથવોરંટ જાહેર કરવામાં આવ્યું છે. પટિયાલા હાઉસ કોર્ટે નવું ડેથ વોરંટ જાહેર કર્યું છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, નિર્ભયાનાના ચારેય દોષિતોને 3 માર્ચે સવારે 6 વાગ્યે ફાંસી આપવામાં આવશે. નિર્ભયાના માતા-પિતાએ નવું ડેથ વોરન્ટ જાહેર કરવા માટેઅરજી દાખલ કરી હતી, 15 ફેબ્રુઆરીએ દોષિતોને અલગ-અલગ ફાંસી આપવા સંબંધી કેન્દ્રની અરજી વિશેં સુનાવણી કરતા કહ્યું હતું કે, કેન્દ્રમાં અરજી પેન્ડિંગ હોય ટ્રાયલ કોર્ટ દ્વારા ફાંસીનું નવું ડેથ વોરંટ જાહેર કરી શકાય છે.

જણાવી દઈએ કે, પટિયાલા કોર્ટ 7 જાન્યુઆરીએ દોષિતો માટે 22 જાન્યુઆરીનું ફાંસી આપવા માટેનું બ્લેક વોરંટ જાહેર કર્યું હતું. પરંતુ એક દોષિતની અરજી રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ હોય ફાંસી ટળી ગઈ હતી. આ બાદ 17 જાન્યુઆરીએ 1 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરવામાં આવી હતી. પરંતુ 31 જાન્યુઆરીએ કોર્ટે અનિશ્ચિત કાળની મુદ્દત માટે સ્ટે લગાવી દીધો હતો.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.